1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 22 ડિસેમ્બર 2021 (12:56 IST)

ગુજરાતના આ ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીત બાદ 'પાકિસ્તાન જિંદાબાદ' ના લાગ્યા નારા, વીડિયો થયો વાયરલ

રવિવારે યોજાયેલી સરપંચ ચૂંટણીના પરિણામો ગઇકાલે એટલે કે મંગળવારે જાહેર થઇ ગયા. જેમાં ક્યાંક ખુશી તો ક્યાં ગમનો માહોલ જોવા મળ્યો. કોઇએ હારનો સ્વાદ ચાખ્યો તો કોઇએ જીતની ખુશી મનાવી. ત્યારે ગુજરાતના છેવાડાના ગણતા કચ્છ વિસ્તારના એક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કાઢવામાં આવેલી રેલી પાકિસ્તાન જીંદાબાદના નારા બોલાવવામાં આવ્યા હોવાનો કથિત વીડિયો વાયરલ થયો છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના દુબઇ ગામનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કચ્છ અને પાકિસ્તાન સરહદી વિસ્તારથી જોડાયેલો હોય છે, જેથી બંનેને તાર એકબીજા સાથે જોડાયેલા છે. દુધઈના મહિલા સરપંચ જીત્યા હોવાથી કાઢવામાં આવેલી રેલીમાં  'પાકિસ્તાન જિંદાબાદ' ના નારા લગાવામાં આવી રહ્યા છે. વિરોધ પક્ષની હાર થતાં  'પાકિસ્તાન જિંદાબાદ' ના નારા લગાવવામાં આવ્યા હતા. 
 
પોલીસની પ્રાથમિક તપાસમાં આ વાયરલ વીડિયો ભચાઉના દુધઈનો હોવાનું અનુમાન છે.પોલીસ વિવાદાસ્પદ સૂત્રોચ્ચારને લઈ તપાસ કરી ગુનો દાખલ કરશે. જો કે આ મામલે SP કચ્છ પૂર્વ મુજબ FIR થઈ રહી છે.