ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 જાન્યુઆરી 2022 (11:09 IST)

મેડિકલમાં પ્રવેશ માટેની પરીક્ષા 12 માર્ચે લેવામાં આવશે, 14 લાખ વિદ્યાર્થી 4 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે

Medical entrance exam will be held on March 12
રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) 2022 પરીક્ષાની તારીખ જાહેર કરી છે. એનટીએએ સત્તાવાર જાહેરનામામાં જણાવ્યું છે કે એમબીબીએસ, બીડીએસ, બીએએમએસ, બીએસએમએસ, બીએમએસ અને બીએચએમએસ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 12 માર્ચે નીટની પરીક્ષા લેવાશે.મેડિકલ કોલેજોના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા કુલ 11 ભાષાઓમાં લેવામાં આવશે. એનટીએએ જણાવ્યું હતું કે જ્યારે નીટ માટેની અરજીઓ સબમિટ થવાની શરૂઆત થઈ છે, ત્યારે પરીક્ષા, અભ્યાસક્રમ, ઉંમર માટે યોગ્યતાના માપદંડ, અનામત, બેઠકોનું વર્ગીકરણ, પરીક્ષા ફી, પરીક્ષા કેન્દ્ર, રાજ્ય કોડ અંગે વિસ્તૃત માહિતી આપતી પુસ્તિકા ઉપલબ્ધ કરાવાશે. નીટ 2022 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયા 15 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી કરી શકશે. દર વર્ષે લગભગ 14 લાખ વિદ્યાર્થીઓ નીટ પરીક્ષા માટે અરજી કરે છે. પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવા માટે એમબીબીએસ/બીડીએસ કોર્સમાં પ્રવેશ લેવા ઇચ્છતા ઉમેદવારોએ પ્રવેશ પોર્ટલ https://nbe.edu.in, https://natboard.edu.in પર નોંધણી કરાવી શકશે. અરજી પ્રક્રિયા શરૂ થયા પછી, ઉમેદવારોએ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો, અરજી ફોર્મ સાથે ધો 10, 12ના પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાસપોર્ટ નંબર, બેંક ખાતાની વિગતો સબમિટ કરવાની રહેશે. આ સાથે, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, ડાબા હાથની સહી અને અંગૂઠાની છાપ સબમિટ કરવાની રહેશે.