સંબંધિત સમાચાર
- રાજ્યમા આજથી ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસને લઈ હડતાળ, સરકારે હેલ્પલાઈન સેવા શરૂ કરી
- હવે સરકાર 2 રુપિયે કિલોના ભાવે ગાયનું છાણ ખરીદશે, રખડતા ઢોરનો નિકાલ આવશે
- સ્વાતંત્ર્ય પર્વ નિમિત્રે મેડલની જાહેરાતઃ એડિશનલ ડીજી ખુરશીદ અહેમદ સહિત 18 પોલીસ જવાનોને મળશે સન્માન
- સમાજને શરમાવે તેવી ઘટનાઃ પતિ અને સસરો પરીણિતાનો ન્યૂડ વીડિયો પોર્ન સાઈટ પર મુકી પૈસા કમાતા હતા
- અમદાવાદમાં 607 દુકાન-રેસ્ટોરન્ટોમાં ફૂડ વિભાગની તપાસ, 665 કિલો અને 210 લીટર બિન આરોગ્યપ્રદ જથ્થાનો નાશ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ
ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. ત્યારે ફરીવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સુરત,નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ મહેસાણા અને ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
જળાશયોમાં 74 ટકા પાણીનો જથ્થો
રાજ્યના 207 જળાશયોમાં 74 ટકા પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 73.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.33 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 75.25 ટકા, કચ્છના 20 જળાશયોમાં 65.57 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.85 ટકા અને સરદાર સરોવરમાં 77.47 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 207 ડેમમાં હાલ 74.31 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 96 ડેમ હાઈએલર્ટ, 25 ડેમ એલર્ટ અને 14 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે.
