ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (10:04 IST)

હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે રાજ્યના 25 જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે. વાત જાણે એમ છે કે, વડોદરા, તાપી, પાટણ સહિતના જિલ્લામાં વરસાદની રમઝટ થઈ ગઈ છે. 
 
હવામાનની આગાહીને લઈ હવે ખેડૂતોના ચહેરા પર અલગ જ ચમક જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે. આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.
 
 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. 14 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ બનશે જે મધ્યપ્રદેશ તરફ ખેંચાતા ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, 22 સપ્ટેમ્બર બાદ બનતી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ આવશે. 10થી 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં સિસ્ટમ બનશે આ તરફ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમથી વરસાદ આવશે.