રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ઑગસ્ટ 2023 (10:53 IST)

ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હળવાથી મધ્યમ વરસાદની સંભાવના 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી સિમિત રહેશે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
 
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  21, 22 ઓગસ્ટે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. 
 
તેમાં કચ્છ, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, મહીસાગર, વડોદરા, અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા અને પાટણનો સમાવેશ થાય છે. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 30થી 40ની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.