1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (07:52 IST)

આજથી 23 તારીખ સુધી ભારે વરસાદ:

ahmedabad rain
આજથી 23 તારીખ સુધી ભારે વરસાદ: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 18થી 25 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
18 જુલાઈએ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી,અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
 
 તેમજ માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 19 થી 21 જૂલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 19 અને 20 જૂલાઈએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં હાલ 63 ટકા વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે.
 
હવામાન વિભાગ દ્વારા આજથી 23 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે