સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 6 ઑક્ટોબર 2018 (12:14 IST)

2020 સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થશે, ટ્રેનના કોચનું લોકો કરી શકશે નિરીક્ષણ

અમદાવાદ ખાતે મેટ્રો રેલના મોક અપ કોચને આજે જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો. મુખ્યમંત્રી રૂપાણી તેમજ અમદાવાદના મેયર બિજલબેન પટેલ સહિતના અગ્રણીઓએ અમદાવાદ મેટ્રો ટ્રેનના કોચની મુલાકાત લીધી હતી અને તેની ખૂબીઓ જાણી હતી.આ મોક કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે.

જાન્યુઆરી 2019ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપેરલ પાર્કના 6.50 કીમી.ના રૂટ પર ટ્રાયલ રન કરાશે. 2020 સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થઇ જશે.દરમિયાન સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપ ભેર કામ ઉપાડી સુરતને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના આ મોક કોચને લોકો નિહાળી શકશે તેમજ તેની અંદર કેવી સુવિધા છે તેની માહિતી પણ મેળવી શકશે. સીએમ રૂપાણીએ આ કોચ ખુલ્લો મૂક્યા બાદ શાળાના વિદ્યાર્થીઓને પણ આ કોચની મુલાકાત લીધી હતી.