શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (16:50 IST)

પાટણ સમાચાર - પ્રેમી સાથે પકડાઈ તો મોઢુ કાળુ કરીને મુંડન કર્યુ અને આખા ગામમાં ફેરવી

ગુજરાતના પાટણ જીલ્લામાથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેમા કેટલાક લોકો મળીને એક યુવતીનુ મોઢુ કાળુ કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકોએ તેને પકડી રાખી છે અને તેની સાથે ખરાબ વ્યવ્હાર કરી રહ્યા છે. એટલુ જ નહી કેટલાક લોકોએ યુવતીના માથા પર છાણાની આગથી ભરેલુ માટલુ મુકીને તેને આખા ગામમાં ફેરવી. આ બધુ ત્યારે થયુ જ્યારે તે પોતાના પ્રેમી સાથે પકડાઈ ગઈ.
 
ઉલ્લેખનીય છે કે આ ઘટના ગુજરાતના પાટણ જીલ્લાના હારીજ ગામની છે. ટાઈમ્સ ઓફ ઈંડિયાની રિપોર્ટ મુજબ અહી એક 14 વર્ષની યુવતી પર કથિત રૂપે પોતાના પ્રેમી સાથે ભાગવાનો આરોપ છે. ત્યારબાદ છોકરીના જ ઘરના લોકોએ ગામવાળા સાથે મળીને એ સગીર બાળાના ચેહરો કાળો કર્યો અને તેના વાળ કાપીને તેનુ મુંડન કરાવી દીધુ. 
 
મળતી માહિતી મુજબ, વાદી જનજાતિના લોકોએ યુવતીને પોતાના પ્રેમી સાથે ભાગવાની સજા આપી છે. જનજાતિના લોકોનો દાવો છે કે છોકરીએ જનજાતિને બદનામ કરી છે. તેથી તેનુ મુંડન કરાવ્યુ અને તેનો ચેહરો કાળો કર્યો. ત્યારબાદ તેના માથા પર આગથી ભરેલુ માટલુ મુકીને તેને આખા ગામમાં ફેરવી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો જ્યારબાદ પોલીસ સક્રિય થઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો તેનુ માથુ મુંડાવીને અને તેનો ચેહરો કાળો કરતા જોવા મળી રહ્યા છે. સગીર છોકરી રડતી અને ચીસો પાડતી દેખાય રહી છે. પાટનના પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ કે ઘટના ગયા મંગળવારની છે. 
 
સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે 35 લોકો વિરુદ્ધ મામલો દર્જ કર્યો છે. રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે મામલામાં અત્યાર સુધી 22 લોકોની ધરપકડ થઈ ચુકી છે. સાથે જ જેની સાથે યુવતી ભાગી હતી, તેના વિરુદ્ધ રેપ અને બાળ યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ અધિનિયમ સાથે સંબંધિત ધારાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.