MLAના પત્નીને બંધક બનાવી કરી લૂંટ  
                                       
                  
                  				  MLA P. C. Baranda: આ લૂંટમાં પૂર્વ એસ.પી. બરંડાના પત્નીને બંઘક બનાવીને ઘરમાં લૂંટ કરી. 
	 
	ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પી.સી. બરંડાના  અરવલ્લીના વાકાટીંબા ગામના ઘરમાં લૂંટ થઇ હોવાના સમાચાર મળી રહ્યા છે.  રાજ્યના પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્યના ઘરે તેમની પત્નીને બંધક બનાવી ઇસમોએ લૂંટ ચલાવી હોવાની ઘટનાને લઈ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. 
				  										
							
																							
									  
	 
	અજાણ્યા ઇસમોએ પૂર્વ એસ.પી. પી.સી.બરંડાના પત્નીને ઘરમાં બંધક બનાવીને ઘરમાં લૂંટ ચલાવી હતી. 
				  
	 
	આ લૂંટમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ થયાનું સામે આવ્યું છે. આ મુદ્દામાલ કયો કયો હતો તે અંગે હજી જાણ થઇ નથી. એમએલએના ઘરમાં લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.