શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 જાન્યુઆરી 2018 (15:28 IST)

સુરતમાં પ્રખ્યાત ગાયક કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં નોટોની વર્ષા

સુરતના અડાજણ વિસ્તારમાં આયોજીત પ્રખ્યાત ગાયક કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં નોટોની વર્ષા થઇ છે. સત્યમ યોગ ફાઉન્ડેશન દ્વારા આયોજીત કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, દેવાંગીબેન પટેલ, ઘનશ્યામ લાખાણી અને અંકિત ખેની સહિતના કલાકારોએ રંગત જમાવી હતી. જે દરમ્યાન કિર્તીદાન ગઢવીના કાર્યક્રમ દરમ્યાન ઝૂમી ઉઠેલા લોકોએ હજારો રૂપિયાની નોટોની વર્ષા કરી હતી.

સત્યમ યોગ ફાઉન્ડેશન દ્વારા પારડીમાં નવા યોગધામના નિર્માણ નિમિતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 31 ડિસેમ્બરે પણ  ડાયરામાં નોટો ઉડતા ખરેખરમાં નોટબંધીની અસર ગરીબો પર જ થઈ રહી છે કે કેમ તેવો લોકોને પ્રશ્ન થાય છે. આ વખતે જુનાગઢમાં યોજાયેલા કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. જુનાગઢના કરણી ગામમાં સોનલ માતાના અનુષ્ઠાનનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં કિર્તીદાન ગઢવીએ ડાયરાની શરૂઆત કરતા જ લોકોએ નોટોનો વરસાદ વરસાવવાની શરૂઆત કરી દીધી હતી. આ પ્રસંગે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ જોરશોરથી નોટો ઉડાડી હતી. આ દરમિયાન તેમના સમર્થકો પણ ઉત્સાહમાં આવી જતા તેમણે ધારાસભ્ય ઉપર પણ નોટો ઉડાવી હતી. મહત્વનું છે કે, એક તરફ લોકો રૂપિયા મેળવવા માટે લાઈનમાં ઉભા રહે છે. રાત્રીની કડકડતી ઠંડીમાં એટીએમ પર રૂપિયા ઉપડાવા પહોંચે છે. તો પણ રૂપિયા મળતા નથી, ત્યારે ડાયરામાં થતો નોટોનો વરસાદ કઈક અલગ જ સંદેશો આપે છે.