શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 જાન્યુઆરી 2018 (13:08 IST)

જો સુરતીઓ આ ટાઈમે પતંગ ઉડાડશે તો પોલીસ ધરપકડ કરશે

રાજ્યમાં ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, એવામાં સુરત પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડતા સુરતીલાલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ જાહેરનામું બહાર પાડતા પતંગ ચગાવવાનો સમય નક્કી કરી નાખ્યો છે. સતિષ શર્માએ પોતાના જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે કે, ‘ઉત્તરાયણના દિવસે સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 વાગ્યા સુધી કોઈ પતંગ ચગાવશે તો પોલીસ દ્વારા તે શખ્સની ધરપકડ કરવામાં આવશે. જો કે ઉત્તરાયણમાં પતંગો તો મોટાથી લઈને બાળકો સુધી તમામ લોકો ચગાવતા હોય છે, એવામાં પોલીસનો આ ફતવો જનતા માટે માથાનો દુખાવો બની રહેશે. પોલીસ દ્વારા નક્કી કરાયેલા સમયમાં જો બાળકો પતંગ ચગાવશે, તો શું થશે તે તો પોલીસ જ જાણે. ઉપરાંત પોલીસે બહગાર પાડેલા જાહેરનામામાં ચાઈનાનીન જીવલેણ દોરીનો ઉપયોગ કરવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો આ ઉત્તરાયણમાં જીવલેણ દોરીનો ઉપયોગ કરવામાં આવશે તો જે તે વ્યક્તિ પકડાતા તેના પર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામા સાથે ચાઈનીઝ દોરી વેચતા વ્યાપારીઓ પણ સકંજામાં કસાયા છે. જો કે ઘણા સમયથી માર્કેટમાં પતંગો અને દોરીઓ મળવાની શરૂ થઈ ગઈ છે, એવામાં લોકોએ જીવલેણ દોરી ખરીદી લીધી હોય તેવી પણ પૂરી શક્યતા છે.