શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (16:29 IST)

સુરતમાં શાળાના સામે શિક્ષિકાનો છેડતીનો આરોપ

સુરતના કાપોદ્વા વિસ્તારમાં સ્થિત નચિકેતા સ્કૂલના પ્રિન્સિપલ સામે એક શિક્ષિકાએ છેડતીનો આરોપ લગાવતાં મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર પહોંચી હોબાળો મચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ કાપોદ્વા વિસ્તારમાં નચિકેતા વિદ્યાલય આવેલી છે. આ સ્કૂલની એક શિક્ષિકાએ પ્રિન્સિપલ ધનસુખ કિકાણીની સામે છેડતીનો આરોપ લગાવ્યો છે. તેનો આરોપ છે કે તે રવિવારે સ્કૂલની ઓફિસમાં રજા લેવા માટે આવી હતી તે સમયે સ્કૂલના પ્રિન્સિપાલ ધનસુખ કિકાણીએ ચાવી લેવાના બહાને શિક્ષિકાનો હાથ પકડી લીધો અને અભદ્ર માંગણી કરી હતી.

આ ઘટના બાદ શિક્ષિકા ત્યાંથી ભાગીને પરિવારજનોને આપવિતી જણાવી હતી અને આખરે મહિલા કાપોદ્વા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.બીજી તરફ વાલીઓને આ ઘટના અંગે જાણ થતા મોટી સંખ્યામાં લોકો સ્કૂલ પાસે એકઠા થઈ ગયા હતા. ટોળા દ્વારા સ્કૂલમાં કોઈ તોડફોડ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.