ગુજરાતમાં આંતરિક વિમાની સેવા માટે વધુ એક પ્રયાસ

Last Updated: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (15:34 IST)

ગુજરાતમાં દ્વારીકા-સોમનાથ સહિતના તીર્થધામો અને મહત્વના શહેરોને લોકમતી વિમાની સેવા આપવાના વધુ એક પ્રયાસમાં તા.23 જાન્યુથી એર ઓડીસા- અમદાવાદથી મુંદ્રા-જામનગર-દિવ-દ્વારીકા-ભાવનગર અને સુરત વચ્ચે વિમાની સેવા શરૂ કરશે. 18 બેઠકોની ક્ષમતા ધરાવતું આ વિમાન ‘ઉડાન’ સ્કીમ હેઠળ હશે. જેથી વિમાની ભાડું નીચું હશે.અમદાવાદ એરપોર્ટ ડિરેકટર મનોજ ગંગાલના જણાવ્યા હતા. અમદાવાદ તથા રાજયના ધાર્મિક-વ્યાપારીક મહત્વ ધરાવતા સ્થળો વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ કરવાના પ્રયાસોને સફળતા મળી છે. તા.23થી ‘ઉડાન’ હેઠળ આ સેવાનો પ્રારંભ થશે. એર-ઓડીસાએ આ માટે 18 બેઠકોનું વિમાન ફાળવ્યું છે.

વાસ્તવમાં અમદાવાદ વિમાની મથકથી વારાણસી-બેંગકોકની આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે.જો કે ગુજરાતમાં આંતરિક વિમાની સેવા માટે આ કોઈ પ્રથમ પ્રવાસ નથી. અગાઉ 2015થી 2017 સુધીમાં અનેક વખત સ્થાનિક વિમાની સેવા અનેક એર-કંપનીઓ દ્વારા શરૂ થઈ હતી પણ તે પુરતા ટ્રાફીક અને ઉંચા વિમાની ભાડાના કારણે ચાલી નહી પણ હવે એર ઓડીસાની આ સેવા રવિવાર સિવાય રોજ મળશે. આ સેવામાં દરેક શહેર સાથે અમદાવાદથી ફલાઈટ મળશે અને તે વિમાન અમદાવાદ સુરત ફરીને નવા શહેર માટેની ઉડાન ભરશે. આ વિમાની સેવાનું ભાડું અમદાવાદ-ભાવનગર રૂા.1420- અમદાવાદ-દ્વારીકા માટે રૂા.2170- અમદાવાદ-દિવ માટે રૂા.2009, અમદાવાદ-મુંદ્રા રૂા.1830, અમદાવાદ-જામનગર રૂા.1750 અન ભાવનગર-સુરત વચ્ચે રૂા.2000 થશે.


આ પણ વાંચો :