શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (18:09 IST)

અમદાવાદીઓ ચેતી જાવ, કોરોનાનુ હોટ ફેવરેટ સ્થળ બની રહ્યુ છે અમદાવાદ, 23 હજાર જેટલા એક્ટિવ કેસ ફક્ત અમદાવાદમાં

ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, તો રાજ્યના મેગા સીટીમાં તો કોરોનાનો રાફડો ફાટ્યો છે.  અમદાવાદ તો જાણે કોરોનાનું હોટ ફેવરિટ સ્થળ બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. છેલ્લા 15 દિવસમાં શહેરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદીઓમાં સંક્રમણ પણ ધીમે ધીમે વધી રહ્યું હોય તેવું ભયાવહ ચિત્ર દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં 15 દિવસમાં કોરોના કેસમાં વધારો જોવા મળ્યો. ચિંતાનજક વાત એ છે કે 23 હજાર જેટલા તો એક્ટિવ કેસો શહેરમાં છે. બીજી તરફ 60 કિયોસ્કમાં ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે.
 
ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, તો રાજ્યના મેગા સીટીમાં તો કોરોનાનો રાફડો ફાટ્યો છે. અમદાવાદીઓમાં સંક્રમણ પણ ધીમે ધીમે વધી રહ્યું હોય તેવું ભયાવહ ચિત્ર દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં 15 દિવસમાં કોરોના કેસમાં વધારો જોવા મળ્યો. ચિંતાનજક વાત એ છે કે 23 હજાર જેટલા તો એક્ટિવ કેસો શહેરમાં છે. બીજી તરફ 60 કિયોસ્કમાં ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે.
 
17 જાન્યુઆરીએ અમદાવાદમાં કુલ 17,500 RTPCR ટેસ્ટ કરાયા હતા. જ્યારે 5500 જેટલા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. RTPCRમાં પોઝિટિવિટી રેશિયો 30 ટકાને પાર જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ કોરોનાના દર્દીની તો  મનપા સંચાલિત હોસ્પિટલમાં 65 દર્દીઓ સારવાર હેઠળ છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોના બ્લાસ્ટ થયો છે. અહીં એક જ દિવસમાં 17 કેદી કોરોનાથી સંક્રમિત થયા છે.જેને લઇને કેદીઓ અને સ્ટાફને પ્રિકોઝન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અત્યારે 20 જેટલા કેદીઓ અને પોલીસકર્મીને પ્રિકોઝન ડોઝ આપવામાં આવ્યો છે
 
 
ગઈકાલે શહેરમાં 23000 ટેસ્ટ કરાયા
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં 60 જગ્યાએ ટેસ્ટીંગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે તેમજ દરેક અર્બન હેલ્થ સેન્ટરમાં RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોનાના ગઈકાલે 23000 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં RTPCR ટેસ્ટ 17500, એન્ટીજનના 5500 ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. RTPCRમાં પોઝીટીવીટી રેટ 30 અને એન્ટીજન પોઝીટીવીટી રેટ 10 આવી રહ્યો છે. 
 
1લી જાન્યુઆરીથી અત્યાર સુધી 39869 કેસ આવ્યા છે, જેમાં 24115 કેસ માત્ર 11થી 17 જાન્યુઆરીમાં આવ્યા છે. આમ 60 ટકા કેસ માત્ર 7 દિવસમાં આવ્યા છે. જ્યારે ગઈકાલે 1965 દર્દી કોરોનાને માત આપીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા. અમદાવાદ શહેરમાં ગઈકાલે પણ 1 દર્દીનું કોરોનાથી મોત થયું. શહેરમાં હાલમાં કુલ 111 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન એક્ટિવ છે.  શહેરમાં 147 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં હતા. જેમાં ગઈકાલે સૌથી વધુ 52 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન દૂર કરવામાં આવ્યા છે જ્યારે 16 માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. આમ હવે શહેરમાં કુલ 111 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની વાત કરીએ તો 151 મકાનોના 498 લોકોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.