ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (12:50 IST)

કચ્છની ધરા ફરી ધૂણી, 2 મહિનામાં ગુજરાતમાં 70થી વધુ ભૂકંપના આંચકા

ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 માપમાવાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 9 કિમી દૂર બતાવવામાં આવી રહ્યું છે. રાહતની વાત એ છે કે તેમાં કોઇ નુકસાન નથી. ગત બે મહિનામાં ગુજરાતમાં 70થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે. 
 
સિસ્મોલોજિસ્ટનું કહેવું છે કે જ્યારે વરસાદ વધુ હોય છે તો સામાન્ય ભૂકંપ અનુભવાય છે. આ પહેલાં 7 નવેમ્બરને ગુજરાતના ભરૂચમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 3:39 મિનિટે આ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 માપવામાં આવી. તેનું કેન્દ્ર ભરૂચથી 36 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં સ્થિત હતું. 
 
ગુજરાત જ નહી દિલ્હી એનસીઆરમાં પણ થોડા દિવસોમાં ઘણીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં 25 ડિસેમ્બરના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 
 
આ પહેલાં 17 ડિસેમ્બરના રોજ ભૂકંપના આંચકા દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હતી. જોકે આ દરમિયાન પણ કોઇપણ પ્રકારના જાનમાલને નુકસાન થયું ન હતું.