સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2023 (13:36 IST)

નાગાલેંડની સજીવ ખાનપાનની વસ્તુને રાજકોટના લોકોનો મળ્યો બહોળો પ્રતિસાદ

રાજકોટના હસ્તકલાના મેળામાં સજીવ ખેતી દ્વારા ખાનપાનની વસ્તુનો સ્ટોલ ધરાવતા શ્રી સેન્ટી અને અલુ કહે છે કે અમે સજીવખેતીથી ઉગતી ચા તેમજ જંગલોમાં કરમદા કેન્ડી ત્યાંના બ્લેક રાઈસ ઓર્ગનિક મધ જેવી એકદમ નેચરલ પ્રોડક્ટનું વેચાણ સાથે ટાઈ તેમજ તેના ટ્રેડિશનલ બેગનું પણ તેઓ વહેંચાણ કરી રહ્યા છે. તેઓની લોકલ વસ્તુઓને લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રદર્શન તેમના માટે સેતુ સમાન સાબિત થયું છે. 
 
અમારા નાગાલેન્ડ રાજ્યની ખાનપાન ગુજરાતમાં હેન્ડીક્રાફ્ટના આ મેળાના માધ્યમથી ગુજરાતી લોકો સુધી પહોંચી શકી છે. જેના દ્વારા એક રાજ્ય બીજા રાજ્યથી નજીક આવી રહ્યું છે. તેઓને રાજકોટ વાસીઓનો અદભુત પ્રતિસાદ મળ્યો છે તેઓ આ તકે એક ભારત એક શ્રેષ્ઠ થીમ અંતર્ગત સરકારનો વિશેષ રીતે આભાર વ્યક્ત કરે છે.
 
અમને છેક મીઝોમરામથી અહીં આ હસ્તકલાની વસ્તુઓના વેચાણ માટે ત્રિદિવસીય વિના મૂલ્ય બજાર માર્કેટ સરકારે આપ્યું તે માટે અમે રાજ્ય સરકારના આભારી છીએ. મીઝોમરામના હસ્તકલાના કારીગર ઝોવી રાજકોટ ખાતે યોજાયેલ હસ્તકલાના મેળામાં હાથવણાટથી બનાવેલા તેમના પરંપરાગત વસ્ત્રો જેને (પાઉન) કહેવાય છે તેમજ સ્ટોલ હાથ વણાટની હેન્ડબેગનું જેને (ઇપટેચેઈ) કહેવાય છે તેનું વેચાણ કરી રહ્યા છે. 
 
આ વિશે ઝોવી કહે છે કે અમને આ મેળા દ્વારા ત્રણ દિવસ માટે વિનામૂલ્યે રહેવા જમવા તથા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે.જેના થકી અમારા દેશના અનેક રાજ્યોના હસ્તકલાના કારીગરોની રોજગારી માટેનું એક માધ્યમ મળ્યું છે તેમજ વિવિધ પરંપરાગત વસ્તુઓને એક પ્લેટફોર્મ ઉપરથી વેચાણ કરી શક્યા છીએ. રાજકોટ વાસીઓનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે.