રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ઑગસ્ટ 2021 (15:34 IST)

Neeraj Chopra Gold Medal Celebration - નેત્રંગમાં પેટ્રોલ પંપના સંચાલકની તમારૂ નામ નીરજ હોય તો રૂ 501ના મફત પેટ્રોલની જાહેરાત

જો તમારૂં નામ પણ નીરજ છે તો તમે ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પરથી રૂ.501નું પેટ્રોલ નિઃશુલ્ક મેળવી શકો છો. ઓલમ્પિકમાં જવેલીન થ્રોમાં દેશ માટે પહેલો સુવર્ણ ચંદ્રક નીરજ ચોપડાએ જીતતા દેશભરમાં આ ઐતિહાસિક જીતની ઉજવણીનું જશન મનાવવામાં આવી રહ્યું છે.આદિવાસી નેત્રંગ તાલુકામાં નેત્રંગ ટાઉનમાં આવેલા ઇન્ડિયન ઓઈલના S.P.પેટ્રોલ પંપના માલિક ઐયુબ પઠાણે ગોલ્ડ બોય નીરજ ચોપડાના સન્માનમાં દરેક નીરજ નામની વ્યક્તિ માટે નિઃશુલ્ક રૂ. 501ના પેટ્રોલની જાહેરાત કરી છે. સોમવારે સાંજે 5 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ઉપર રૂ.501નું નિઃશુલ્ક પેટ્રોલ પુરસ્કાર રૂપે મેળવવા માટે તમારૂં નામ નીરજ હોવું આવશ્યક છે.તમે તમારૂં આઈ.ડી. પ્રુફ એટલે કે નીરજ નામ હોવાનું કોઈપણ ઓળખપત્ર લઈ પેટ્રોલ પંપ ઉપર જશો એટલે તમને મળી જશે રૂ. 501નું મફત પેટ્રોલ.

સંચાલકે કરેલી જાહેરાત સાથે પેટ્રોલ પંપનો તમામ સ્ટાફ પણ નીરજ નામની વ્યક્તિને આવકારવા સજ્જ થઈ ગયો છે. હવે નેત્રંગના આ પેટ્રોલ પંપ ઉપર સોમવારે સાંજ સુધી નીરજ નામની કેટલી વ્યક્તિઓ ગોલ્ડન બોય નીરજ ચોપડાના સન્માન હેઠળ જાહેર કરાયેલી સ્કીમનો લાભ લે છે એ તો સોમવારે સાંજે જ ખબર પડશે.નેત્રંગમાં S.P. પેટ્રોલ પમ્પના સંચાલકની મફત પેટ્રોલની જાહેરાત પછી હવે અંક્લેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ રેડ લેબલ હેરબાર સલુન ઍ પન ફ્રી હેર કટિંગની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં નીરજ નામની કોઈ પણ વ્યકતી આઈ ડી પ્રુફ લઈ આવશે. તો ફ્રીમાં હેર કટિંગ કરી આપવામા આવશે. નીરજ ચોપડાના સન્માનમાં અંક્લેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ રેડ લેબલ હેર બારના માલિકની આ વિશેષ ઓફર સોમવારે રાત્રે સુધી ચાલુ રહેશે.