રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ગુજરાતના ખેડૂતો ઉપર રૂ. 188 કરોડનું ભારણ વધ્યું

રાસાયણિક ખાતરના ભાવ વધારાથી ગુજરાતના ખેડૂતો ઉપર રૂ. 188 કરોડનું ભારણ વધ્યું
Last Modified બુધવાર, 3 ઑક્ટોબર 2018 (12:31 IST)
કુદરત રૂઠી, સરકારે પાણી છોડયું તે મળ્યું નહીં અને હવે ખાતરના ભાવમાં તોતિંગ વધારાથી કણમાંથી મણ સર્જનારા ખેડૂતોની સ્થિતિ પડતા પર પાટુ પડયા જેવી થઈ છે. ખાતરના ભાવ વધારાથી એક જ મહિનામાં ગુજરાતના ખેડૂતો ઉપર રૂ.188 કરોડનું વધશે, આ પહેલા બે વર્ષમાં ભાવ વધારાના નામે સરકારી કંપની ઈફ્કોએ રૂ.440 કરોડ સેરવી લીધા હતા સૂત્રોના જણાવ્યા મુજબ ઈફ્કોએ 1લી ઓક્ટોબરથી ખાતરના ભાવ વધાર્યા છે. ગુજરાતમાં વર્ષે 10.60 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ છે. જેમાંથી અધિકાંશ ખેડૂતો ડિએપીનો ઉપયોગ કરે છે. તેનું પ્રમાણ 6.25 લાખ મેટ્રિક ટન છે. વર્ષ 2016માં ડિએપીની એક બેગ રૂ.1115માં મળતી હતી જેમાં રૂ.245નો વધારો થતા રૂ.306 કરોડનું ભારણ વધ્યું છે. જ્યારે 0.35 લાખ મે.ટન વપરાશ ધરાવતા એનપીકે (10:26:26) રૂ.1080માં રૂ.260નો વધારો થતા ખેડૂતો ઉપર રૂ.18.20 કરોડનો બોજો પડશે. આ ઉપરાંત 20 લાખ મે.ટન વપરાશ ધરાવતા એનપીકે (12:32:16)ની એક બેગ રૂ.1085થી વધીને રૂ.1350એ પહોંચતા ખેડૂતોને રૂ.116.6 કરોડ વધારે ચૂકવવા પડશે. રાજ્યમાં ખાતર ઉપર ટેક્સને લઈને પહેલાથી વિરોધ છે. તેવામાં ભાવ વધારો થતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. ગુજરાત સરકાર ખાતરનાં ભાવ વધારા પાછળ રૂપિયા સામે ડોલરનું વધતું મૂલ્ય અને ડીઝલની વધતી કિંમતોને જવાબદાર ઠેરવી રહી છે.


આ પણ વાંચો :