તોગડીયાએ હૂંકાર કર્યો રામમંદિર મુદ્દે સરકાર સંસદમાં કાયદો બનાવે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર હિંદુત્વનું મોજું શરૂ થઇ ગયું છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામ નવમીના દિવસે રાજ્યના 400 અને દેશભરમાં 3 હજારથી વધુ સ્થળોએથી શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં 'સંસદમાં કાયદો બનાવો અને રામ મંદિરનો રસ્તો ખોલો'ના મુખ્ય મુદ્દા સાથે કેન્દ્રની ભાજપ સરકાર સામે આંદોલન છેડાશે. હિંદુઓના પ્રશ્નો અંગે ગામડે ગામડે ફરવું ન પડે તે માટે સંમેલનના માધ્યમથી બધાને એક જ સ્થળે એકઠા કર્યા હતા.
રામ નવમીના દિવસે ગુજરાતના 400 સ્થળોએથી રામ નવમીની શોભાયાત્રા નીકળશે. જેમાં મુખ્ય મુદ્દો રહેશે, સંસદમાં કાયદો બનાવો અને રામ મંદિરનો રસ્તો ખોલો. આ દિવસે ગુજરાત સહિત દેશના ત્રણ હજાર સ્થળોએ પણ આજ મુદ્દા સાથે શોભાયાત્રા નીકળશે. વિહિપ દ્વારા વર્ષોથી કાર્યક્રમો ચાલે જ છે. હિંદુઓના શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને મહિલાઓના પ્રશ્નો અંગે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રવિણ તોગડિયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ ભાજપનો પ્રશ્ન છે. અમારો નથી. અમે તો હિંદુઓ માટે વર્ષોથી લડી રહ્યાં છીએ.