મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 જૂન 2017 (12:29 IST)

અસલાલી પાસે કારે ટક્કર મારતા ઓવરલોડ પેસેન્જરો ભરેલી રીક્ષા પલટી, ચારના મોત

અમદાવાદમાં અકસ્માતના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ઓવરલોડ પેસેન્જરો ભરેલી રીક્ષાઓ સરેઆમ રસ્તાઓ પર ફરી રહી છે. પોલીસ આ રીક્ષાઓને દંડવાની જગ્યાએ તેમની પાસેથી હપ્તો લઈને મનફાવે તેમ ફરવા દે છે અને આકસ્મીક અકસ્માતના બનાવો નોતરે છે. ત્યારે અમદાવાદમાં મોડી રાત્રે અસલાસી ચાર રસ્તા પર  અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.

કાર ચાલકે ટક્કર મારતાં રીક્ષા પલટી ગઈ હતી, રીક્ષામાં 9 લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકમાં 18 વર્ષીય યુવક મહેન્દ્ર વણઝારાનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહારન અસર થઈ હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથધરી હતી.