શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (15:47 IST)

ગૌરક્ષાનાં નામે હત્યા કરવાનો કોઈને હક નથી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૌભક્તિ પર બોલતા-બોલતા ભાવુક પણ થઇ ગયા હતા. મોદી આજે સાબરમતી આશ્રમની શતાબ્દી ઉજવણી અને શ્રીમદ રાજચંદ્રજીની જન્મજયંતિના અવસર પર વિશાળ જનમેદનીને સંબોધતા દેશની હાલની સ્થિતિ પર ઉડું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ગૌરક્ષકોને મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના જીવન પરથી શીખ લેવાનું પણ કહ્યું હતું. પીએમ મોદીએ પૂછયું કે શું કોઇ વ્યક્તિને મારી નાંખવું એ ગૌરક્ષા છે? મોદીએ કહ્યું કે વિનોબા ભાવેથી મોટા કોઇ ગૌરક્ષક હોઇ જ ના શકે. 

દેશને અહિંસાના રસ્તા પર ચાલવું પડશે, કારણ કે આ આપણા મૂળભૂત સંસ્કાર છે. તેમણે કહ્યું કે ગૌભક્તિના નામ પર લોકોને મારવા સ્વીકાર્ય નહીં કરાય. ગાંધી અને વિનોબા ભાવે સિવાય કોઇએ ખાસ ગૌરક્ષાની વાત કરી નથી. પીએમ એ કહ્યું, આ અહિંસાની ધરતી છે, મહાત્મા ગાંધીની ધરતી છે. આપણે આ વાત કેમ ભૂલી જઇએ છીએ. મોદીએ કહ્યું કે જો કોઇએ ખોટું કર્યું છે તો કાયદો તેની વિરૂદ્ધ કામ કરશે. દેશમાં કોઇપણ વ્યક્તિને કાયદો પોતાના હાથમાં લેવાનો હક નથી. હિંસા કોઇ વસ્તુનું સમાધાન નથી. હું નાનો હતો ત્યારે ગામમાં મારા ઘરની પાસે એક પરિવાર હતો, જે કડીયા કામ કરતો હતો તે પરિવારમાં સંતાન નહોતું. પરિવારમાં પણ તણાવ રહેતો કે સંતાન ન હતા, બહું મોટી ઉંમરે એક સંતાન થયું, તેઓ ગાયને રોટી ખવડાવતા હતા. એક ગાય ગભરાઈ ગઈ, ત્રણ ચાર વર્ષનો થયો હતો, એ પણ દોડવા લાગ્યો, તે ગાયના પગ નીચે આવી ગયો, તેનું મોત થઈ ગયું. બીજા દિવસે સવારે જ જે ગાય તેમના ઘર સામે આવી, ગાયે ઘણા દિવસ સુધી ખાધુ નહીં અને પાણી પણ ન પીધું, બાળકના પરિવારે પણ પ્રયત્ન કર્યો પણ ગાય નહોતી ખાતી, અંતે ગાયે દેહત્યાગ કર્યો.