મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 16 ઑગસ્ટ 2017 (11:09 IST)

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધ્વજ વંદન કર્યું, વડોદરામાં રાષ્ટ્રધ્વજ પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

રાજ્યસ્તરના 71માં સ્વાતંત્ર પર્વની આજે વડોદરાના નવલખી મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. સવારે 9 કલાકે મુખ્યમંત્રી વિજય રૃપાણીના હસ્તે ધ્વજવંદન કરી સ્વાતંત્ર દિનની શુભેચ્છાઓ આપી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ હાજર રહ્યા હતા. હેલિકોપ્ટરથી રાષ્ટ્રધ્વજ પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. અને રાજ્યના લોકોને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ હાજર રહ્યા હતા.

આ પહેલા મુખ્યમંત્રીએ સવારે 7 વાગે ઇસ્કોન મંદિર ખાતે મંગલા આરતી અને કૃષ્ણ વંદનામાં હાજરી આપી હતી. દેશના સ્વાતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૌ-હત્યા, બનાસકાંઠા પૂર સહિતના મુદ્દાઓ પર વાત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, હું તમામ ગુજરાતીઓ અને દેશવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવુ છુ. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, પૂરના પ્રકોપનો બનાસકાંઠાની પ્રજાએ સફળતા પૂર્વક સામનો કર્યો છે.

સરકાર બનાસકાંઠામાં 5 દિવસ સુધી સતત હાજર રહી હતી અને પૂર પીડિતોની વેદના સમજી અને જોઇને અધિકારીઓ તેમની પડખે ઉભા રહ્યા હતા. સેના અને એનડીઆરએફે પણ સતત ખડેપગે રહીને 18 હજાર લોકોના જીવ બચાવ્યા હતા. તેમને અભિનંદન આપુ છુ. અને બનાસકાંઠાના પૂર પીડિતો માટે 101 કરોડની સહાય વડોદરાનો પણ હું આભાર માનુ છુ.