બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 ઑગસ્ટ 2017 (14:04 IST)

રાજયસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાયા

રાજ્યસભાની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાતા વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધનની રાજનીતિ બદલાશે 
રાજયસભાની ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણના સમીકરણો બદલાયા છે. ખાસ કરીને કોંગ્રેસ અને જેડીયુની ભાઇબંધી વધુ મજબૂત થશે જયારે એનસીપી હવે ભાજપ તરફ સરક્યુ છે તે નક્કી છે. આગામી દિવસોમાં ગઠબંધનની રાજનિતીમાં પરિવર્તન જોવા મળશે. જેડીયુના એક મતે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના હાથેથી જીતનો કોળિયો છિનવી લીધો હતો. છોટુ વસાવાએ રાજકીય મિત્રતા નિભાવી અહેમદ પટેલને જ મત આપ્યો હતો. આ મતે કોંગ્રેસની ઇજજ્ત સાચવી લીધી હતી. જેડીયુના એક મતને લીધે કોંગ્રેસ સાથેનું ગઠબંધન વધુ મજબૂત થયુ છે. છોટુ વસાવાએ કહ્યું કે, બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે તો ભાજપની કંઠી પહેરી લીધી છે. એનો અર્થ એ નથી કે,અમારે પણ પહેરવી. જેડીયુ કોંગ્રેસ સાથે હાથ મિલાવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છેકે, ગત ચૂંટણીમાં જેડીયુએ વિધાસભાની ૩૫ બેઠકો પર ઉમેદવાર ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં. એનસીપીએ છેલ્લી ઘડી સુધી અહેમદ પટેલને મત આપ્યા તેવી વાતો કરી પણ બંન્ને મતો ભાજપના ફાળે ગયા હતા. આ કારણોસર હવે ગુજરાતમાં એનસીપી અને ભાજપ એક જ છે તે વાત સાબિત થઇ છે. ગુજરાતમાં એનસીપી એકલા હાથે ચૂંટણી લડશે તે માત્ર ભાજપને સાથ આપવાનો એક પ્રયાસ જ હશે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા અને જયંતિ બોસ્કી ભાજપ સાથે હાથ