શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 સપ્ટેમ્બર 2017 (14:11 IST)

કોંગ્રેસના દિગ્ગજ નેતા નરેશભાઈ રાવલે કહ્યું હવે કોંગ્રેસ આવે છે

વિજાપુરમાં કોંગ્રેસના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેનાર અને વિજાપુરના લોકલાડિલા નેતા નરેશભાઈ રાવલ હવે શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પક્ષની કમાન સંભાળી રહ્યાં છે ત્યારે વિજાપુરમાં થતાં કાર્યક્રમોમાં તેમણે કોંગ્રેસ આવે છે એવો શંખનાથ કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે ભાજપ સરકારની નિષ્ફળતાઓને લોકો સમક્ષ મુકીને કોંગ્રેસની સરકાર બનાવવા લોકોને રજુઆત કરી હતી.

નરેશભાઈએ ભાજપના ભ્રષ્ટાચાર અને ખેડૂત વિરોધી નીતિઓને ખુલ્લી પાડતાં કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે ખેડૂતોને ન્યાય મળશે, ગુજરાતમાં ખાડે ગયેલું તંત્ર ફરીથી બેઠું થશે. ભાજપની માત્ર વિકાસની વાતોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 22 વર્ષમાં આ સરકારે કોઈ એવું કામ નથી કર્યું જેનાથી લોકોને કોઈ ફાયદો થયો હોય. અમારી સરકારમાં અનેક પ્રકારના વિકાસના કામો થયાં. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીનો નરેશભાઈએ આકરો વિરોધ કર્યો હતો. ત્યારે હવે વિજાપુરમાં પણ કોંગ્રેસ આવે છે એવો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો.