મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (10:15 IST)

અમદાવાદમાં રીઢા લુખ્ખાઓને પોલીસે જાહેરમાં કાન પકડાવ્યા

અમદાવાદના  બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો હતો. આ અંગે પોલીસને અનેકવાર રજૂઆતો કરાઈ હતી. આમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી થતી ન હતી જોકે, આજે પોલીસ દબંગાઈ પર આવી હતી.  અમદાવાદ પોલીસે પકડેલા ચાર આરોપીને જાહેરમાં માફી મગાવી સમગ્ર વિસ્તાર માં અસામાજિક તત્વો નો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.  આ ટોળકીએ બાપુનગર વિસ્તારમાં ખુલ્લા હથિયારો સાથે આતંક મચાવ્યો હતો . હરદાસનગર આસપાસ ના વિસ્તારોમા દુકાનો બંધ કરાવતી આ ટોળકી ઘાતક હથિયારો સાથે નિકળતી હતી.

આ ગેંગથી  સામાન્ય જનતા પણ પરેશાન હતી. આ શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસે જાહેરમાં સરભરા કરી કાન પકડાવીને લોકોની માફી મગાવી હતી.જાહેરમાં પોલીસે સરઘસ કાઢતાં લોકોનાં ટોળેટોળાં આ ઘટનાને નજરે નીહાળવા બહાર નીકળી હતી.પોલીસની દબંગાઈ સામે આખરે સ્થાનિક લોકોએ લુખ્ખા તત્વોથી રાહતનો દમ મળશે તેવી અાશા સેવી હતી.જાહેરમાં કાન પકડાવી પોલીસે નીચે બેસાડતાં દાદાગીરી કરતા તત્વોની હાલત ખરાબ થઈ ગઈ હતી. બાપુનગરમાં અસામજિક તત્વોના આતંક સામે પોલીસની કાર્યવાહી ચર્ચાને એરણે રહી હતી.હવે કોઈ દિવસ દાદાગીરી નહીં કરીએ તેવો અફસોસ લુખ્ખાઓના ચહેરા પર સ્પષ્ટ નજરે પડતો હતો