શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (13:22 IST)

રાજુલામાં ધારાસભ્ય ડેરના સસ્પેન્ડ મામલે કોંગ્રેસનું બંધ, વેપારીઓનું સમર્થન

ગુજરાત વિધાનસભા ગૃહમાં થયેલી મારામારી બાદ અધ્યક્ષે કોંગ્રેસના 2 ધારાસભ્યોને 3 વર્ષ માટે જ્યારે 1 ધારાસભ્યને 1 વર્ષ માટે સસ્પેંડ કરવાનો સંભળાવ્યો હતો. જેને લઇને કોંગ્રેસના નેતાઓ દ્વારા સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા રાજુલામાં બંધનું એલન કર્યું હતું, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તો સામા પક્ષે ભાજપે પણ બંધ ન પાડવા સૂચના આપી રેલીનું આયોજન કર્યું છે, બંને પક્ષોના દેખાવોને ધ્યાને રાખી રાજુલામાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

કોંગ્રેસના ધાસાસભ્યોને સસ્પેન્ડ કરવા મામલે સૌરાષ્ટ્રભરમાં કોંગીઓએ દેખાવો શરૂ કર્યા છે, ખાસ કરીને અમરેલીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ટાયરો સળગાવી તથા બંધ પાડી વિરોધ કરવામાં આવી રહ્યો છે, શનિવારે કોંગ્રેસ દ્વારા રાજુલામાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેનો વેપારી વર્ગે પણ સમર્થન જાહેર કરી દૂકાનો બંધ રાખી હતી, સામા પક્ષે ભાજપે લોકોને બંધ ન પાળવા અપીલ કરી હતી, અને રેલી કાઢશે તેમ જણાવ્યું હતું. બંધને લઇને કોઇ અનિશ્ચનિય બનાવ ન બને તે માટે પોલીસે ચૂસ્ત બદોબસ્ત ગોઠવી દીધો હતો.