રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 માર્ચ 2018 (15:59 IST)

ફરિયાદો છતાં નિકાલ નહીં થતાં ગોતાના રહિશોએ બિસ્માર રસ્તાનું બેસણું કર્યું,

અમદાવાદના ગોતાનો 32 TP રોડ પર છેલ્લા છ મહિનાથી  પરેશાન સ્થાનિકોએ સફેદ કપડાં પહેરીને રોડનું ‘બેસણું’ યોજ્યું. હજારો સ્થાનિકો હાથમાં ‘નો પોલિટિક્સ ઝોન’ અને ‘સ્વસ્થ ગોતા, સ્વચ્છ ગોતા’ના પ્લેકાર્ડ સાથે બેસણામાં પહોંચ્યા. મહિલાઓ પણ સફેદ સાડી પહેરીને આ વિરોધમાં જોડાઈ. સ્થાનિક નેતાઓ જે અત્યાર સુધી રોડની હાલત સામે આંખ આડા કાન કરતાં હતા તે પણ સ્થાનિકોના આ અનોખા વિરોધથી દોડતાં થયા. છેલ્લા છ મહિનાથી બિસ્માર રોડથી પરેશાન સ્થાનિકોએ એક કલાક સુધી રામધૂન ગાઈ અને વિધિવત્ રીતે 32 TP રોડ ગોતાનું બેસણું યોજ્યું. સિલ્વર નેસ્ટ સોસાયટીના રહિશ રામજીભાઈએ જણાવ્યું કે, જ્યારથી તંત્ર દ્વારા ગટરલાઈનના કામ માટે ખોદકામ કરાયું ત્યારથી આ રોડની હાલત બિસ્માર છે. ખોદકામ બાદ તંત્રએ કોંક્રીટ લગાવાની કામગીરી કરી. જે થોડા દિવસમાં જ તૂટી ગઈ અને રોડ પર ખાડા પડી ગયા. રોડ પરથી ઉડતી ધૂળના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. અમે આ મામલે ઘણીવાર તંત્ર અને સ્થાનિક કોર્પોરેટટરને પણ જાણ કરી છતાં કોઈ પગલાં છેલ્લા છ મહિનામાં લેવાયા નથી. અમે લોકોને આ અંગે જાણ કરીને વિસ્તારના હજારો સ્થાનિકો બેસણાં માટે ભેગા થયા.” જો કે સ્થાનિકોએ યોજેલા બેસણાંએ સ્થાનિક નેતાઓને દોડતાં કરી દીધા.