સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલરની નિમણૂકનો પ્રશ્ન ફરી ઘોંચમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલરની નિમણૂકનો પ્રશ્ન ફરી ઘોંચમાં પડ્યો છે. નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક કયારે થશે, તેવા સવાલના જવાબમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 'ટૂંક સમયમાં થશે' તેવો રૂટિન જવાબ આપ્યો હતો, પરંતુ આ ટૂંક સમય કયારે આવશે એપ્રિલના ફર્સ્ટ વીકમાં કે સેકન્ડ વીકમાં, તેનો જવાબ આપી સરકારે ગત સપ્ટેમ્બર,2017માં સર્ચ કમિટી બનાવી હતી અને તેના ત્રણ સભ્યોની પસંદગી કરવામાં આવી હતી.
આ સર્ચ કમિટીની એક બેઠક યોજાયા બાદ 20મી ફેબ્રુઆરીએ 16મા વાઇસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણની ટર્મ પૂરી થશે તે પૂર્વે જ નવા વાઇસ ચાન્સેલરની જાહેરાત થઇ જશે તેમ જણાતું હતું. પરંતુ ત્યારબાદ એકાએક સમગ્ર પ્રકરણને રાજકીય ગ્રહણ લાગી ગયું હોય તેમ વિધાનસભાની ચૂંટણી બાદ નવા વાઇસ ચાન્સેલર કોને બનાવવા તેનો નિર્ણય નક્કી કરી મેડિકલ ફેકલ્ટીના ડીન ડો.કમલ ડોડિયાને ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલરની નિમણૂકને સવા મહિનો થઇ ગયા બાદ પણ સર્ચ કમિટીના સભ્યોએ 3 ઉમેદવારોનું લિસ્ટ રાજ્યપાલને આપવા માટે હજુ સુધી બેઠક બોલાવી નથી. બેઠક રાજકીય ઇશારે અટકાવાયાની ચર્ચા છે.