ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 એપ્રિલ 2018 (15:07 IST)

ગાંડા વિકાસનું વધુ એક નવું નજરાણું, એડવાન્સ રૂપિયા લીધા બાદ અમદાવાદ કોર્પોરેશનને લગ્નના દિવસે પરિવારને ઝટકો આપ્યો.

અમદાવાદમાં જમાલપુરના અઝિઝ મુસા છીપા પોતાની બે પૌત્રીઓના લગ્નનો દિવસે AMCની ‘હોતા હૈં ચલતા હૈં’ જેવી નીતિની કારણે સૌથી શરમજનક સ્થિતિમાં મુકાયા  હતાં. જ્યારે તેમણે મહેમાનોને આવકારવા માટે કોમ્યુનિટી હોલ બૂક કર્યો હતો પરંતુ લગ્નના દિવસે જઈને જોતા ત્યાં તો SRPના જવાનો ડેરા-તંબૂ તાણીને બેઠા હતા. ખાડિયામાં આવેલો ડૉ. ઓછવલાલ તલાટી કોમ્યુનિટી હોલ ત્રણ મહિના પહેલાં લગ્ન માટે બુક કરાવવા છતાં મ્યુનિ. કોર્પોરેશને પોલીસને હોલ સોંપી દેતાં જમાલપુરના રહીશનો પ્રસંગ બગડ્યો હતો.

અઝીઝે બૈ પૌત્રીના નિકાહ માટે 22 એપ્રિલે તલાટી હોલ બુક કરાવ્યો હતો. પરંતુ આગલા દિવસે જ્યારે તેઓ હોલ પર પહોંચ્યા ત્યારે સમગ્ર જગ્યા SRPના કબ્જામાં હતી.જ્યારે તેમણે આ બાબતે પૂછપરછ કરી તો અધિકારીએ કહ્યું કે, હોલ ખાલી થઈ જશે. તેમણે પોલીસ જવાનોને પણ હોલી ખાલી કરી આપવા અરજી કરી હતી. જ્યારે AMCના સ્ટાફને પણ રસદી મુજબ હોલ ખાલી કરી આપવા માટે અપીલ કરી હતી. જોકે AMCએ તેમની પાસેથી ત્રણ મહિના પહેલા હોલ બૂકિંગના રુ.6200 અને ફાઇનલ કન્ફર્મેશન સમયે બાકીના રુ.4000 એક કુલ રુ.10200 જેટલા પૈસા તો ઉઘરાવી લીધા પરંતુ હોલના નામે આપ્યા ફક્ત દિલાસા અને થઈ જશેના ઠાલા વચન.  જોકે છેલ્લે સુધી ન AMC દ્વારા કોઇ પગલા લેવાયા કે ન SRPએ માણસાઈ દાખવી જેના કારણે તેમણે પોતાની બંને પૌત્રીના લગ્નમાં ઈકબાલગઢ અને પાલીથી આવેલી બે જાનના જાનૈયા સહિત 1,500 જેટલા મહેમાનોની રસોઈ સાથેનો આખો પ્રસંગ રોડની બાજુમાં મંડપ બાંધીને પાર પાડવો પડ્યો હતો. તો બીજી બાજુ તેમમે ચૂકવેલી રકમ પણ પરત મેળવવા માટે હવે તેમણે AMCના ધક્કા ખાવા પડે છે. આ અંગે AMCના આસિ. મેનેજર સેન્ટ્રલ ઝોન પ્રણવ બારોટે કહ્યું કે, ‘આ વિસ્તાર કોમ્યુનલી સેન્સેટિવ છે જેના કારણે રાજ્યના પોલીસવડા અથવા શહેરના પોલીસ કમિશનર દ્વારા પોલીસ જવાનો માટે મહાનગર પાલિકાની જગ્યાના ઉપયોગ માટે જો માગણી કરવામાં આવે તો અમે ના પાડી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, ‘જેના કારણે જ અમે વિચાર કરી રહ્યા છે કે તમામ મરેજ હોલના સંચાનલ માટે પ્રાઇવેટ ઓપરેટરને સોંપી દેવામાં આવે. પ્રાઇવેટ સંસ્થાઓ SRP અને પોલીસને ના પાડી શકે છે.’ જોકે આ પ્રાઇવેટાઇઝેશનથી શું વિસ્તાર કોમ્યુનલી સેન્સેટિવમાંથી સામાન્ય બની જશે તેવા સવાલનો જવાબ તેમની પાસે નહોતો. જ્યારે આ જ મુખ્ય કારણ જણાવીને અંતિમ સમયે હોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો