શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 એપ્રિલ 2018 (16:31 IST)

4 વર્ષની બળાત્કાર પિડિતાના ગુનેગારોને પકડવા પોલીસની સઘન તપાસ, 1 હજારથી વધુ લોકોની પૂછપરછ

રાજકોટમા 4 વર્ષની છોકરી સાથે બળાત્કાર ગુજારનારા  નરાધમોને પકડવા માટે પોલીસે છેલ્લા બે દિવસમાં 1 હજારથી વધુ લોકોની પૂછપરછ કરી છે. ઝડપી તપાસ માટે પોલીસે 12 ટીમ બનાવી છે. દ્વારકા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર પી.એ. દેકીવાડિયા, દેવભૂમિ દ્વારકા LCB, દેવભૂમિ દ્વારકા SOG, જામનગર LCB,જામનગર SOG, રાજકોટ રેપિડ રિસપોન્સ સેલ અને એક મહિલા પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ટીમ તપાસને લીડ કરે છે. આ કેસમાં પોલીસે 20 શંકાસ્પદ શખ્સોની મેડિકલ તપાસ પણ કરાવી છે.

દ્વારકા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પી.એ. દેકીવાડિયાએ કહ્યું કે, બધી જ ટીમને અલગ અલગ જવાબદારી સોંપાઈ છે. એક ટીમ મજૂરોની પૂછપરછ કરશે, એક ટીમ તેમના નિવેદન નોંધશે. એક ટીમ ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ તપાસશે, જ્યારે અન્ય એક ટીમ મોબાઈલ સર્વેલંસમાં રોકાયેલી હશે. દ્વારકા મંદિરથી 32 કિલોમીટર દૂર આવેલા કુરંગા ગામમાં સોમવારે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મ પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, કરુંગામાં RSPLના બની રહેલા સોડા એશ પ્લાંટની લેબર કોલોનીમાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની પુત્ર પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ઘટના બાદ પીડિતાને તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અને તપાસ માટે લઈ જવાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિતાનો પરિવાર ચંડીગઢથી અહીં મજૂરી કરવા આવ્યો છે. પીડિતાની માતા જ્યારે બાથરૂમમાંથી બહાર આવી ત્યારે તેણે જોયું કે એક શખ્સ ત્યાંથી ભાગી રહ્યો હતો અને તેની દીકરીના ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું. જેના કારણે માતા ડરી ગઈ અને બૂમાબૂમ કરતાં લોકો અને સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવી પહોંચ્યા. પીડિતાના પરિવારનો આરોપ છે કે, તેમની પુત્રી સાથે સવારે દુષ્કર્મ થયું છતાં પોલીસે મોડી સાંજ સુધી ફરિયાદ નોંધી નહોતી. જેના કારણે ગુનેગારને ભાગવાનો સમય મળ્યો. રાજ્ય મહિલા આયોગે જિલ્લા SP પાસેથી દુષ્કર્મ કેસનો સંપૂર્ણ રિપોર્ટ માગ્યો છે.