બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 મે 2018 (12:57 IST)

બીજી પત્નીને ઘરે લઈ આવનાર પતિને પ્રથમ પત્નીએ સાટકાવાળી કરી

વાલોડ ખાતે રહેતા અને નિઝર તાલુકા પંચાયતમાં નોકરી કરતા તલાટી કમ મંત્રી વતનમાં રહેતી બીજી પત્નીને લઇ ઘરે પહોંચતા પ્રથમ પત્નીએ હાથમાં લાકડી લઇ બંનેને સપાટા મારીને માથું ફોડી નાંખતા બંનેને સપાટા મારીને માથું ફોડી નાંખતા બંનેને વાલોડ સરકારી દવાખાનામાં દાખલ કર્યા છે. વાલોડ ગામે આવેલા આનંદવિહાર એપાર્ટમેન્ટમાં અનિલ સોનાભાઇ ચૌધરી (મૂળ રહે. ખરેડા, તા. માંડવી, જિ. સુરત) પ્રથમ પત્ની વીણાબેન અને ૧૯ વર્ષના પુત્ર સાથે રહે છે અને નિઝર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે. તેમણે પોતાના વતન ખરેડા ગામે બીજી પત્ની (રખાત) વસંતાબેન ચૌધરીને રાખેલી છે.

ગત રવિવારે તે વતન ખરેડા ગામે પહોંચ્યો જ્યારે બીજી પત્ની વસંતા અનિલને મળવા વાલોડ આવી હતી. વસંતાએ અનિલને ફોન કરી વાલોડ બોલાવતા વાલોડ પહોંચેલા અનિલ ચૌધરી વસંતાને લઇને આનંદવિહાર એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટ પર લઇ ગયો હતો. તે સમયે અનિલ ચૌધરીની પ્રથમ પત્ની વીણાબેન પુત્ર સાથે ચર્ચમાં ગયેલા હતા. સાંજે પાંચ વાગે વીણાબેન પુત્ર સાથે ફલેટ પર પહોંચતા અનિલ ચૌધરીને વસંતાની સાથે રૃમમાં જોતા જ વિણાબેન ગુસ્સે થઇ અપશબ્દો બોલી ઉશ્કેરાઇ જઇ હાથમાં લાકડી લઇ પતિ અનિલ ચૌધરી અને વસંતાને માથામાં તથા શરીરે સપાટા મારતા બંને લોહીલુહાણ થઇ ગયા હતા. અનિલ ચૌધરી અને વસંતાના માથામાં લાકડીના ફટકા મારતા માથું ફૂટી ગયું હતું. બંને ઇજાગ્રસ્તોને વાલોડ સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા હતા. બનાવ અંગે અનિલ ચૌધરીએ પોતાની પ્રથમ પત્ની વિણાબેન વિરૃદ્ધ માર મારવાની ફરિયાદ આપતા વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.