ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત , શનિવાર, 17 ઑગસ્ટ 2019 (11:22 IST)

સુરત: ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા મળ્યું મોત, યુવાનની કરપીણ હત્યા

: સુરતમાં બાકી રૂપિયાની ઉઘરાણીને લઇને યુવકની હત્યા કારઇ હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના નવસારી બજાર નજીક બે દિવસ પહેલા ઉઘરાણી કરવા ગયેલા યુવક પર મિત્રો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના નવસારી બજાર નજીક આવેલા ગોપી તળાવ પાસે રહેતો શાહિદ ખાન શટર રિપેરિંગનું કામ કરતો હતો. ત્યારે તેણે છોટુ નામના એક મિત્રને ઉછીના રૂપિયા આપ્યા હતા. જો કે, ઉછીના રૂપિયા લીધા બાદ છોટુ રૂપિયા ચુકવતો ન હતો. તો બીજી તરફ શાહિદ પણ ઉછીના આપેલા રૂપિયા પરત મેળવવા માટે ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારે વારંવાર ઉઘરાણી કરવામાં આવતા છોટુએ રૂપિયા આપવાનું કહી શાહિદને બોલાવ્યો હતો.
 
શાહીદને બોલાવ્યા બાદ છોટુ તેના મિત્રોને સાથે લઇને તેને મળવા પહોંચી ગયો હતો. જ્યાં છોટુએ તેના મિત્રો સાથે મળી શાહિદ પર છરી વળે હુમલો કર્યો હતો. જો કે, આ હુમલામાં ઘાયલ થયેલા શાહિદને તાત્કાલીક ધોરણે સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આજ રોજ સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ સલાબતપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.