ગુજરાતનાં 30,000 બાળકોએ ગાંધીજીને પત્રો લખ્યાં

patra lekhan
Last Modified બુધવાર, 2 ઑક્ટોબર 2019 (10:59 IST)
આજે ગાંધી જયંતિ છે. શું ખરેખર બાપુ આપણાં તન અને મનમાં છે? માત્ર પ્રતિમાઓ, પુસ્તકો અને રાજકારણ પુરતા બાપુ આજે સિમિત રહી ગયાં છે. ગુજરાતની દારુબંધી જ જોઈલો ને. બાપુની અનેક યાદગીરીઓ આપણી પાસે છે. શું આપણે એને અનુસરીએ છીએ? આવા અનેક સવાલો વિચારવા અને લખવા પુરતા જ છે. હકિકતમાં આજે બાપુને સોશિયલ મીડિયામાં ભાવભેર યાદ કરવાનો દિવસ બની ગયો છે. આવતી કાલે કશું જ નહીં હોય? કોઈ ગાંધીની એક પણ વાત કે સૂચનાને પાળવાની કોશિષ નહીં કરે. ત્યારે ગુજરાતના 30 હજારથી વધુ બાળકોએ બાપુને સાચા મનથી યાદ કર્યાં છે.

બાળકોએ પોતાના પત્રમાં અનેક એવી વાતો લખી છે જે વાંચીને આપણને એમ થાય કે ખરેખર આજે બાપુની દેશને જરુર છે. બાળકોએ પત્રમાં લખ્યું કે આપે દેશને આઝાદી અપાવી અને સાથે સાથે દેશનાં લોકોને સ્વચ્છતા અંગે જગૃત કર્યા તે બદલ આપનો દિલથી આભાર માનું છું. આવું રાજ્યનાં વિદ્યાર્થીએ ગાંધીબાપુને મોકલેલા પત્રમાં લખ્યું છે. ગુજરાતની 300 શાળાનાં 30 હજાર બાળકોએ ગાંધી બાપુને પત્ર લખ્યાં છે. જે પત્રોને આશ્રમ ખાતે પ્રદર્શન માટે મુકવામાં આવ્યાં છે.વિજાપુરનાં એક બાળકે લખ્યું છે કે, 'મારા વ્હાલા બાપુ દેશમાં અત્યારે ચોરી, દારૂ, પાન મસાલા- આ બધી વસ્તુઓથી દેશ વિકાસ પામતો નથી. બાપુ આ દેશને વિકસિત કરો આ વસ્તુ બંધ કરાવો.'એક પોસ્ટકાર્ડ પર લખ્યું હતું કે, 'બાપુ પ્લીઝ પાછા ફરો. ભારતને તમારી જરૂર છે.'30 હજાર બાળકોએ ગાંધીજીને લખેલા પત્રો હાલ પ્રદર્શન માટે ગાંધી આશ્રમમાં મુકવામાં આવ્યાં છે.


આ પણ વાંચો :