ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 30 નવેમ્બર 2020 (18:03 IST)

રામકથામાં મને વ્યાસપીઠ પાસે શ્રી સીતારામજીના દર્શન થયાં – ગુરૂ શ્રી શરણાનંદજી

બ્રજની પવિત્ર રસમય દિવ્ય ધરા શ્રી રમણરેતી ધામમાં પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખથી ગવાતી અગિયાર દિવસીય રામકથાના આજે અંતિમ દિવસે પૂજ્ય સંતોના કૃતાર્થતાના ભાવ સાથે આશિર્વાદક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ગીતા મનીષી પૂજ્ય શ્રી જ્ઞાનાનંદ સ્વામીજીએ પૂજ્ય મહારાજશ્રીની પ્રતિદિન ઉદાર ઉપસ્થિતિ અને એક શ્રોતા તથા પરંપરાનું સંપૂર્ણપણે નિર્વહનના આદર્શ સ્વરૂપે પ્રશંસા કરી. તેમણે બાપુની સુશીલતાની પ્રશંસા કરતાં કહ્યું કે બાપુએ આ કથામાં એક ચોપાઇના થોડાં શબ્દોના માત્ર ભાવાનંદ માટે, સ્થાન અને અવસરને અનુકૂળ કર્યું ત્યારે પહેલાં ઘણી વિનમ્રતાની સાથે તુલસીદાસજીની ક્ષમા યાચના કરી. શું ખબર કે બાપુની વાણીએ કેટલાં તણાવગ્રસ્ત લોકોને રાહત આપી હશે. અહીં કૃષ્ણ-પ્રેમની એવી ભરતી આવી કે ખબર જ ન પડી કે આ રામકથા થઇ રહી છે કે બ્રજ-પ્રેમ વરસી રહ્યો છે.
 
શ્રી વેદાંતજી મહારાજે બાપુને જંગમ તુલસી તરુ કહીને પોતાનો સદભાવ વ્યક્ત કર્યો અને કહ્યું કે નાનપણથી જ હું તેમને નિધિ સ્વરૂપે માનું છું. બાપુથી ઘણું શીખવાનું મળે છે. બાપુના સંતો પ્રત્યે અત્યંત આદર મોટા-મોટા વ્યાસાચાર્યો માટે આદર્શરૂપ છે. તેમણે ઉમેર્યું કે કોઇ નિષ્ઠા અને અનુષ્ઠાનપૂર્વક જો બાપુની કથાનું શ્રવણ કરી લે તો ચોક્કસપણે શ્રીરામનો સાક્ષાત્કાર થઇ જશે. ત્યારબાદ કૃષ્ણચંદ્ર શાસ્ત્રી ઠાકુરજીએ પોતાના ઉદબોધનમાં સનાતમ વૈદિક આર્ય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં સુક્ષ્મ ભુમિકા ભજવનારા પૂજ્ય મહારાજશ્રીને વંદન કર્યું.
 
તેમણે કહ્યું કે બાપુની સહજ, સરળ વૈદિષ્યપૂર્ણ વાણી છે, જેમાં એક નિરક્ષર વ્યક્તિને પણ એજ સુખ મળશે, જે પરમ વેદાંતીને પ્રાપ્ત થાય છે. બાપુ રામકથા માત્ર કહેતા નથી, પણ બાપુ રામકથાને જીવે છે. અંતમાં ગુરૂ શ્રી શરણાનંદજી મહારાજે પોતાના વક્તવ્યમાં કથાના આયોજન અંગે મોટી પ્રસન્નતા વ્યક્ત કરી. તેમણે વિશેષરૂપે પોતાની સરળ, સહજ વાણીમાં કથા શ્રવણ દરમિયાન થયેલાં બે અનુભવને સાર્વજનિક કર્યાં.
 
તેમણે કહ્યું કે રમણ બિહારીજીના મંદિરમાં સ્થિત શ્રીસીતારામજીના સ્વરૂપનાં તેમણે વ્યાસપીઠની પાસે દર્શન કર્યાં અને જ્યારે બાપુએ હનુમાનજીનું સ્મરણ કર્યું ત્યારે તેમને ત્યાંના લંગુરજીના બે વાર હૂહ સંભળાયા. જે માત્ર વાંદરા જ કરી શકે, બીજા નહીં. આથી આ કથાને પોતાની સાથે દિલમાં રાખીશ, જે ઘણી મૂલ્યવાન છે. આ મહાપુરુષોના વચનોએ સાતમાં દિવસે રામદેવજી બાબાના અહોભાવપૂર્ણ વચનોની યાદ અપાવી. તેમણે કહ્યું હતું કે હું અતિશયોક્તિ નથી કરતો, પરંતુ બાપુ ભગવાન રામના ચરિત્રમાં જીવનારા વ્યક્તિ છે. હું વર્ષોથી બાપુને જોઉં છું, 61 વર્ષથી રામના ચરિત્રનું ગાન કરનારા એક એવા મહામાનવ, એક એવી ગુરૂસત્તા, ઋષિસત્તા કે જેમણે સમગ્ર સૃષ્ટિને ગૌરવાન્વિત કરી છે. ઘણાં વર્ષો બાદ એવું વ્યક્તિત્વ ધરા ઉપર અવરતરિત થાય છે.
 
બાપુએ કથાના પ્રારંભમાં પૂજ્ય ચરણો પ્રતિ તેમનો વિનમ્ર ભાવ રાખ્યો. કથાના પ્રસંગ અંતર્ગત બાપુ આજે અશ્રુઓમાં ડૂબી ગયા. રામ વનવાસ અને ભરત પ્રેમની કથાનું ગાન કર્યું ત્યારે તે સમયની તમામ ઘટનાઓ આંખો સામે આવી ગઇ હોય તેવો અહેસાસ થયો. પંડાલમાં સ્થિત તમામના નેત્રમાં અશ્રુ વહ્યાં. તેમાં પણ જ્યારે કૃષ્ણના મથુરા જવાનો પ્રસંગ જોડવામાં આવ્યો ત્યારે કૃષ્ણપ્રેમનું પૂર આવી ગયું. આ સાથે અગિયાર દિવસીય રામકથાનું અનુષ્ઠાનને વિરામ આપવામાં આવ્યું.