બુધવાર, 16 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (18:38 IST)

માતા થોડીવાર માટે રસોડામાં ગઈ ને બની ગઈ ઘટના, 10 માસનું બાળક ફુગ્ગો ગળી જતા મોત

new born
10 માસનું બાળક આદર્શ પાંડે અને તેનો ભાઈ ખૂબ જ આનંદથી રમી રહ્યા હતા. ભાઈ સાથે રમતો જોઈ માતા ઘરનું કામ કરવા માટે રસોડામાં ગઈ હતી. ત્યાં તો થોડી જ વારમાં 10 માસનું બાળક જોર જોરથી રડવા લાગ્યું, જેથી માતા દોડીને પોતાના દીકરા પાસે આવી, જ્યાં અઢી વર્ષના પ્રિયાંશુએ માતાને જણાવ્યું કે આદર્શ નાના ફુગ્ગાને મોઢામાં ગળી ગયો છે, જેથી માતાએ ફિગ્ગો બહાર કાઢવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ એ નીકળ્યો નહીં. જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ દોડી આવ્યા હતા
 
10 માસનું બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયંસુ પાંડે સાથે ઘરમાં રમી રહ્યો હતો. દરમિયાન રમતાં રમતાં 10 માસના બાળકે ફુગ્ગો મોઢામાં નાખી દીધો હતો અને એનું રબર ગળામાં ફસાઈ ગયું હતું, જેથી તેની માતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકને મૃત જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાળકના વિલાપમાં માતાના આક્રંદથી સિવિલ પરિસર ધ્રૂજી ઊઠ્યું હતું