સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (08:21 IST)

વડોદરામાં મોતનું તાંડવ કરનાર પરેશ પછી નીલેશનો બારોબાર કોન્ટ્રાક્ટ કાંડ! સેવ ઉસળની લારી વાળાને બોટ પકડાવી?, પરિણામે 16ના મોત

20 students drown as boat capsizes in Vadodara
હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત 
તળાવમાં ડૂબી જવાથી 15 બાળકો અને 2 શિક્ષિકાના મોત 
ન્યૂ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ બોટમાં હતા સવાર
Vadodara news-વડોદરાનું હરણી તળાવ, જ્યાં બોટ પલટી જવાની દુર્ઘટના બની. અત્યાર સુધીની માહિતી મુજબ 16 લોકોના મોત થયા છે. 16 લોકોમાં 14 બાળકો અને 2 શિક્ષકો સામે છે. 
 
પાપ્ત વિગતો મુજબ હરણી તણાવમાં કોટીયા પ્રોજેક્ટસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેના માલિક પરેશ શાહ હાવાની સૂત્રો પાપ્ત વિગતો છે. આ કોન્ટ્રાક્ટ અપાયા બાદ પરેશ શાહે નિલેશ જૈન નામના વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપ્યો હતો
 
બોટ સંચાલક અને કૉન્ટ્રેક્ટરની જવાબદારી નક્કી કરતાં તેમણે કહ્યું હતું કે, “પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર મામલામાં બોટ ચલાવનાર અને તેને મૅનેજ કરનાર લોકોનો દોષ છે, હું આ ઘટનાને ભૂલ નહીં કહું. આ સિવાય સુરક્ષા માટેની પૂરતી કાળજી પણ નહોતી લેવાઈ. ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડાયા. ઉપરાંત માત્ર દસ લોકોને જ લાઇફ જાકીટ પહેરાવાયાં હતાં.”
 
વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચાવાયેલાં બાળકો નજીકની સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.