મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2023 (15:25 IST)

હવે ગુજરાતમાં શાળામાં હિન્દુ બાળકોને નમાજ અદા કરાવાઈ

મહેસાણાની એક ખાનગી શાળામાં બકરીદની ઉજવણીને લઈને હોબાળો થયો હતો. આરોપ છે કે બકરીદના અવસર પર શાળામાં ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન હિંદુ બાળકોને નમાજ પઢાવવામાં આવ્યા હતા. આ વાતની જાણ બાળકોના વાલીઓને થતાં તેઓએ હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં આ ઘટનાને લઈને હિંદુ સંગઠનો પણ ઉશ્કેરાયા હતા. હિંદુ સંગઠનોના કાર્યકર્તાઓએ પણ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
શાળામાં હિંદુ બાળકોને નમાજ અદા કરાવવા બદલ કચ્છની એક શાળા વિવાદમાં આવી છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
 
શિક્ષણાધિકારીએ આ મામલે જણાવ્યું કે, “અમને આ મામલે એક વિડીયો મળ્યો છે અને તેની તપાસ કરવા માટે એક ટીમને મુન્દ્રા મોકલવામાં આવી છે. અમે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇ રહ્યા છીએ અને તપાસ બાદ શાળા સામે માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે