શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ડિસેમ્બર 2021 (23:35 IST)

બર્થડે ઉજવીને ફોટોશૂટ કરવા દરમિયાન અમદાવાદના 4 યુવાનો ગાંધીનગર કેનાલમાં ડૂબ્યા, હજુ સુધી પણ કોઈ યુવકનો પત્તો નથી

આજકાલ આપણે અનેકવાર સાંભળીએ છીએ કે યુવા પેઢી મોબાઈલ સેલ્ફી અને વીડિયો માટે ખતરનાક સ્થાનો પર જાય છે.  આવી જ એક દુખદ ઘટના ગાંધીનગરના રાયપુર પાસેની કેનાલમાં બની છે. જેમા 6 યુવકો એક મિત્રનો જન્મદિવસ ઉજવવા એકત્ર થયા હતા. જન્મદિવસ ઉજવ્યા પછી તેઓ સેલ્ફી લઈ રહ્યા હતા. જેમા એક યુવકનો પગ લપસી જતા તે કેનાલમાં ડૂબવા લાગ્યો જેને બચાવવાના પ્રયાસમાં બીજા 3  પણ કુદી ગયા. 
 
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સરદાર ચોકના વિશ્વાસ ફલેટના યુવકો બર્થડેની ઉજવણી બાદ ફોટોશૂટ કરાવવા  ગાંધીનગરના રાયપુર પાસેની કેનાલ પર ગયા હતા. જ્યાં ઉજવણી દરમિયાન તે કેનાલના ઢાળ પર ઉતરી ફોટોશૂટ કરાવી રહ્યા તે દરમિયાન એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં ઉતર્યા હતા. અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેને જોઈને બાકીના બે યુવાનોએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા.  ગાંધીનગર ફાયર વિભાગને પણ જાણ કરી હતી.  તાબડતોબ ફાયર ટીમે ઘટના સ્થળે આવી પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી તણાઈ ગયેલા ચારેય યુવકોની શોધખોળ કરવા જાળ બીછાવી હતી. સાંજના સુમારે બનેલી આ ઘટનામાં હજુ સુધી પણ કોઈ યુવકનો પત્તો મળ્યો નથી