રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 જુલાઈ 2023 (17:57 IST)

પાલનપુરમાં લજવાઈ કળિયુગી માંની મમતા

new born
પાલનપુર પંથકમાં માતાની મમતા લજવતો કિસ્સો સામે આવ્યો છે. પાલનપુરના ખસા ગામે 6-7 દિવસની નવજાત બાળકીને ત્યજી દેવાઈ હોવાની ઘટના સામે આવતા પંથકમા હડકમ્પ મચ્યો છે. જો કે ખેતરના હવાડામાં ત્યજી દેવાયેલી બાળકી ઉપર પશુપાલકની નજર પડતાં તેને સહી સલામત રીતે પાલનપુર સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડી પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  
 
ગઈ કાલે મોડી રાત્રે પાલનપુરના ખસા ગામથી ગઢ ગામને જોડતા રોડ પર આવેલા એક ખેતરમા બનાવેલા પાણીના હવાડામા કોઈ એક 6-7 દિવસની નવજાત બાળકીને તરછોડી ગયું. જો કે વહેલી સવારે પશુ દોહવા ખેતર માલિક જ્યારે પોતાના ખેતરમાં પહોંચો ત્યારે એક બાળકી રડતી હોય તેવો અવાજ સંભળાતા ખેતર માલિક હવાડા નજીક પહોંચ્યો અને હવાડામાં જોયું તો એક નવજાત બાળકી તરછોડેલી હાલતમાં પડી હતી જેને લઇ ખેતર માલિકે ઘટનાની જાણ ગામના સરપંચ સહિત ગ્રામજનોને કરતા વહેલી સવારે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉંટી પડ્યા હતા 
 
સમગ્ર ઘટનાની જાણ સરપંચ દ્વારા ગઢ પોલીસ અને 108 ની ટીમને કરાતા 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તરછોડેલી હાલતમાં મળેલી નવજાત બાળકીને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.જો કે તે બાદ ગઢ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ ઘટના સ્થળે પહોંચી સરપંચની હાજરીમાં સમગ્ર ઘટનાનું પંચનામું કરાયું છે. નવજાત બાળકીને કંઈ નિર્દયી માતા ત્યજી ગઈ એ દિશામાં તપાસ ચાલી રહી છે.