ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 જૂન 2022 (16:48 IST)

પટેલ ફિઝિયોથેરપી કોલેજ - ત્રિ-દિવસીય કાયરોપ્રેકટર કેમ્પ યોજાશે.

camp
KSV સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરપી કોલેજ સેક્ટર – ૧૨, ગાંધીનગર  દ્વારા ત્રિ-દિવસીય કાયરોપ્રેકટર કેમ્પ યોજાશે.
કાયરોપ્રેકટર ઉપયોગ મોટેભાગે ન્યુરો- મસ્ક્યુલો - સ્કેલેટલ ફરિયાદોની સારવાર માટે કરવામાં આવે છે.
કાયરો પ્રેક્ટીસથી  હાડકા, નશ, સાંધા, અને સ્નાયુઓને લગતી તકલીફોના કારણે થતા દુઃખાવા નું નિદાન અને સારવાર થાય છે. કાયરો પ્રેક્ટિક ડોક્ટર ખાસ પ્રકારના સાધનો નો જરૂર પ્રમાણે ઉપયોગ કરી નિદાન કરે છે.
20 જૂનથી 22 જૂન 2022 સુધી ફ્રી સારવાર કેમ્પનું આયોજન કરેલ છે.
 કાયરોપ્રેક્ટિક થેરાપી - ગરદનનો દુખાવો, કમરની તકલીફ, માથાનો દુખાવો, માઈગ્રેન, સાંધાની ઈજાઓ, સ્નાયુપેશીઓની ઈજાઓ સહિતની પીડામાં રાહત અપાવે છે. 
- લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ- સાનફ્રાન્સિસ્કો , કેલિફોર્નિયા, અમેરિકાના પ્રસિડેન્ટશ્રી ડૉ. રૉન ઓબરસ્ટાઈન અને તેમની 12 સભ્યોની ટીમ  ઉપસ્થિત રહીને કાયરોપ્રેક્ટિક સારવાર કરશે.
- સારવાર કેમ્પનો ઉદઘાટન કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલ, કાયરોપ્રેક્ટિક કોલેજ, અમેરિકાના પ્રેસિડેન્ટશ્રી ડૉ. રૉન ઓબરસ્ટાઈનના હસ્તે કરવામાં આવશે. 
લાભ લેવા ઈચ્છુક દર્દીઓ - ઑનલાઈન- ઑફલાઈન રજિસ્ટ્રેશન કરાવીને સારવાર મેળવી શકાશે.  
આ  ત્રિ – દિવસીય કેમ્પ માં - ૫૦૦૦ જેટલા લાભાર્થીઓ આ સારવાર કેમ્પનો લાભ લઈ શકશે.   
camp
ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ચંચળબેન મફતલાલ પટેલ ફિઝિયોથેરાપી કોલેજ, દ્વારા લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ- સાનફ્રાન્સિસ્કો, કેલિફોનિયા, અમેરિકાના સહયોગથી તા. 20 જૂનથી 22 જૂન 2022 સુધી ત્રિ- દિવસીય ફ્રી કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંધિવા, સ્નાયુપેશીઓની ઈજા જેવી પીડા માટે સારવાર કરવામાં આવશે. આયોજિત ફ્રી સારવાર કેમ્પમાં અર્થે લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજના પ્રેસિડેન્ટ ડૉ. રૉનની ટીમના 12 જેટલા સભ્યો કાયરોપ્રેકટર તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેશે.
આ વિશે વાત કરતા કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ એમ. પટેલ જણાવ્યું હતું, કે ‘કર ભલા હોગા ભલા’ ના ધ્યેય સાથે 1919માં શરૂ થયેલ આ સંસ્થા એક શતાબ્દી પસાર કરી એક નવા ચરણમાં પ્રવેશ કર્યો છે આપ સર્વે સુવિદિત છો કે, સર્વ વિદ્યાલયના ટ્રસ્ટી મંડળથી લઈને શિક્ષકો- વિદ્યાર્થીઓએ આઝાદીની લડતમાં સક્રિય ભાગ લીધો હતો અને આ ઉપરાંત કુદરતી આફતો અને કોરોના જેવી મહામારી સમયે સર્વ વિદ્યાલય પરિવાર માનવીય સેવા ધર્મનું યથાશક્તિ પાલન કર્યું છે. આમ, સર્વ વિદ્યાલય ‘શિક્ષણ એ જ સાચી સેવા – ‘કર ભલા હોગા ભલા’ સૂત્રને સાર્થક કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે. અમારા સૌના પ્રયાસને આપ સૌ મિડિયાના તમામ માધ્યમોમાં સમયાંતરે યોગ્ય સ્થાન આપતાં રહ્યાં છો, જેની નોંધ લેતાં આપ સૌનો આભારી છું. 
camp
આજે સી.એમ.પટેલ ફિઝિયોથેરાપી કોલેજ અને લાઈફ કાયરોપ્રેક્ટિક કોલેજ, વેસ્ટ- સાનફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, અમેરિકાના સહયોગથી તા. 20 જૂનથી 22 જૂન 2022 સુધી ત્રિ- દિવસીય ફ્રી કાયરોપ્રેકટર સારવાર કેમ્પનું આયોજન કરવા જઈ  રહ્યા છીએ. આ પ્રસંગે આપણી સાથે કાયરોપ્રિક્ટિક કોલેજના પ્રેસિડેન્ટશ્રી ડૉ. રોન ઓબરસ્ટાઈન અને તેમની ટીમ ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવશે. 
કેમ્પના આયોજનનો મુખ્ય હેતુ જણાવતાં વધુમાં કહ્યું કે, અમેરિકાના પ્રવાસ દરમ્યાન કાયરોપ્રેકટર થેરાપી વિશે ત્યાનાં લોકોમાં જાગૃતિ જોઈ. આ થેરાપીના ફાયદા નિહાળ્યા અને કાયરોકટર થેરાપીની શિક્ષણ આપતી સંસ્થાઓ પણ જોવા મળી. જેમને તબીબી ડૉકટરો અને ફિઝિયોથેરાપિસ્ટ સમાન શિક્ષણ આપવામાં આવે છે. આ પદ્ધતિ આપણાં ત્યાં આવે અને લોકોમાં જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 
આજે આપણાં ત્યાં બાળકોથી લઈને વયસ્કો સતત કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલનો ઉપયોગ કરે છે. જેનાથી ગરદનના સ્નાયુઓની સાથે ખુરશીમાં ખોટી રીતે બેસવાની પદ્ધતિથી પણ કમર દુઃખાવો, હાથ જકડાવા જેવી અનેક બીમારીઓથી પીડાઈએ છીએ. રાહત મેળવવા માટે આપણે અવનવી દવાઓનો ઉપયોગ કરતાં નવા રોગોને પણ નિમંત્રણ આપીએ છીએ. જો કે જાગૃત નાગરિકો ફિઝિયોથેરાપી, યોગ વિગેરેનો ઉપયોગ કરતાં હોય છે. પરંતુ મારા મતે જો કાયરોપ્રેકટર થેરાપીનો ઉપયોગ કરીએ તો ઘણી તકલીફોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. 
કાયરોપ્રેકટર વિશે વધારે પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે, કહેવાય છે કે, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા તાજેતરના અભ્યાસ મુજબ, મસ્ક્યુલો-સ્કેલેટલ રોગો એ ગંભીર લાંબા ગાળાના દુખાવા અને બીમારીનું સૌથી સામાન્ય કારણ છે જે આરોગ્ય અને જીવનની ગુણવત્તા પર નોંધપાત્ર અસર કરે છે. આ કાયરોપ્રેકટર ઉપચાર શરીરમાં ન્યુરોમસ્ક્યુલર સંલગ્ન તકલીફો દૂર કરે છે. કાયરોકપ્રેકટરે ઉપચારનો, મૂળભૂત અભિગમ એ છે કે કરોડરજ્જુના ગોઠવણો દ્વારા શરીરને સાજા કરવામાં મદદ કરવી. 
વધુમાં પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, આપણે શરીરને એક મશીનની જેમ ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેની કાળજી લેતાં નથી. આથી સ્નાયુઓના ખેચાણ સાથે શરીર રચનાને આપણે ડિસ્ટર્બ કે અડચણ ઉભી કરીને નવી તકલીફોને આમંત્રિત કરીએ છીએ. આ શરીર રચનાને પુનઃ સુનિયોજિત કરવાનું કામ કાયરોપ્રકેટર પદ્ધતિથી થાય છે. જે આપણી શરીર રચનાને યોગ્ય સ્થાને ગોઠવીને ગરદન, માથાનો દુઃખાવો, માઈગ્રેન, સ્નાયુઓ અને ચેતાતંત્રની તકલીફોન પુનઃ ગોઠવણ કરીને અનુભવાતી અને પેદા થતી બીમારીમાંથી રાહત અપાવશે. 
આપ સૌ પત્રકાર મિત્રોને વિનંતી છે કે, આપના પરિવાર, મિત્ર કે આપની સંસ્થાના સાથી કર્મચારી મિત્રો સહિત કુટુંબીજનોમાં આ પ્રકારની કોઈ તકલીફ હોય તો ત્રિ-દિવસીય આયોજિત સારવાર કેમ્પનો અવશ્ય લાભ લઈ પોતાના શરીરને પુનઃ સ્વસ્થ બનાવે. આજ સુધીમાં 3000 જેટલા લાભાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ કાર્યશિબિર નો ૫૦૦૦ જેટલાં લાભાર્થીઓ થેરાપીનો લાભ મેળવે તેવી અપેક્ષા છે. આ માટે જેઓએ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેઓ પણ અહીં આવીને તેનો લાભ મેળવી શકશે. 
અસ્તુ આભાર. 
જયારે કાયરોપ્રેક્ટિક કોલેજ, અમેરિકાના પ્રેસિડેન્ટશ્રી ડૉ. રૉન ઓબરસ્ટાઈન પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને કેમ છો, કહીને સર્વ વિદ્યાલયના ચેરમેનશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો. 
તેમણે કાયરોપ્રેકટર થેરાપી વિશે પોતાનો મત પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, કાયરોપ્રેકટર ઉપયોગ મોટેભાગે ન્યુરો-મસ્ક્યુલો-સ્કેલેટલ ફરિયાદોની સારવાર માટે કરવામાં આવે છે, જેમાં પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો અને હાથ અથવા પગના સાંધામાં દુખાવોનો સમાવેશ થાય છે," આ કાયરોપ્રેકટર થેરાપી માર્ગદર્શન માટે અમારી સંસ્થા દ્વારા અમેરિકા, મેક્સિકો, ભારત જેવા દેશોમાં પણ પ્રયાસ કરી રહ્યાં છીએ. અમારી જાણકારી પ્રમાણે અને વલ્લભભાઈની સાથે થયેલી ચર્ચાઓના અનુસંધાને ભારતમાં સૌથી વધુ કરોડરજ્જુને લઈને ઈજાઓ અને પીઠને લઈને દુખાવાના પ્રમાણો વધી રહ્યાં છે. અમારા 12 તજજ્ઞો દ્વારા સોમવારથી લઈને બુધવાર સુધી આપના શરીરને લગતી સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. આ સારવાર કેમ્પનો લાભ આપના થકી ગાંધીનગર અને અમદાવાદના નાગરિકોને મળી રહે તેવી અપેક્ષા છે.