1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 મે 2023 (13:26 IST)

Bharuch News - દહેજના મુલેરના દરિયાકાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના લોકો ડૂબ્યા

bharuch
ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો આજે દરિયાકાંઠે ન્હાવા ગયા હતા. ત્યારે એક છોકરો ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા જતા એક બાદ એક તમામ લોકો ડૂબ્યા હતા. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને પોલીસનો કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો. હોસ્પિટલ પર પરિવારના સભ્યોમાં આક્રંદનો માહોલ છવાયો હતો.

ભરૂચ જિલ્લાના દહેજના મુલેર ગામના ગોહિલ પરિવારના સાત સભ્યો આજે અમાસ હોવાથી દરિયાકાંઠે ફરવા ગયા હતા અને અહીં ન્હાવાની મજા માણી રહ્યા હતા. આજે અમાસની ભરતી બાદ ઓટનો સમય હતો ત્યારે પરિવારના સભ્યો ન્હાઈ રહ્યા હતા ત્યારે એક છોકરો ડૂબવા લાગતા પરિવારના અન્ય સભ્યો તેને એક બાદ એક બચાવવા જતા તમામ ડૂબ્યા હતા. તાબડતોડ આસપાસથી અન્ય લોકો દ્વારા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બેની સારવાર હાલ ચાલી રહી હોવાનુ જાણવા મળ્યું છે.મુલેરના દરિયામાં સર્જાયેલા દુર્ઘટનામાં બચી ગયેલી અંકિતાએ કહ્યું હતું કે, અમે બધા દરિયાકાંઠે ગયા હતા. ત્યારે મારો ભાઈ ડૂબવા લાગતા અમે બધા બચાવવા ગયા હતા. ત્યારે બધા લોકો દેખાતા બંધ થઈ ગયા હતા અને અમે ડરી ગયા હતા. જેથી અમે મારા મમ્મી-પપ્પાને ફોન કરીને જાણ કરી હતી. બધા આવ્યા પછી બધાને બહાર કાઢી લાવ્યા હતા.