સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2022 (13:06 IST)

વિદ્યાલયમાં નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર આચાર્યએ દુષ્કર્મ આચર્યું

નાપાસ કરવાની ધમકી આપી દુષ્કર્મ- ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10માં ભણતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનો આચાર્ય વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાનુ જાણવા મળી રહ્યું છે. ત્યારે માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. ત્યારે ગત તા 30ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
 
10 સપ્ટેમ્બરના રોજ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી. કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી હતી અને પોતાની બહેનને ફૉન કરતા તે પણ દોડી આવી પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી હતી.