શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2019 (12:33 IST)

આકાશ વિજયવર્ગીય પર મોદી સખત, બોલ્યા - કોઈનો પણ પુત્ર કેમ ન હોય, પાર્ટીમાંથી તેને બહાર કરવો જોઈએ

મધ્યપ્રદેશમાં નિગમ કર્મચારી સાથે મારપીટ મામલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સખત વલણ બતાવ્યુ છે. ભારતીય જનતા પાર્ટીના બૈટમાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનુ નમ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે તે ભલે કોઈનો પણ પુત્ર કેમ ન હોય તેને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવો જોઈએ. 
 
દિલ્હીમાં બીજેપી સસદીય દળની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના બલ્લામાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય પર પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદી સખત જોવા મળ્યા છે. નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ, 'કોઈનો પણ પુત્ર હોય, તેની આ હરકત સહન નહી કરવામાં આવે. જે લોકોએ સ્વાગત કર્યુ છે. તેમને પાર્ટીમાં રહેવાનો હક નથી. બધાને પાર્ટીમાંથી બાહર કરવા જોઈએ.'
 
આ મામલે બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યુ, કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયની ઘટના મામલે પ્રધાનમંત્રી નારાજ છે. તેમણે કહ્યુ છે કે આવો વ્યવ્હાર સ્વીકાર્ય નથી. ભલે તે કોઈનો પણ પુત્ર હોય. સાંસદ હોય. અહંકાર ન હોવો જોઈએ. ઠીક રીતે વ્યવ્હાર કરવો જોઈએ અને આવા લોકો પાર્ટીમાં ન હોવા જોઈએ. જો કે પ્રધાનમંત્રીએ કૈલાશ વિજયવર્ગીયનુ નામ તો નથી લીધુ પણ તેમના પુત્રનુ નામ લીધુ. 
 
આકાશ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે. આ મામલે કૈલાશ વિજયવર્ગીયએ પોતાના ધારાસભ્ય પુત્ર આકાશને કાચો ખેલાડી બતાવ્યો. કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ આ ખૂબ જ દુર્ભાગ્યપુર્ણ છે. મને લાગે છે કે આકાશ અને નગર નિગમના કમિશ્નર બંને પક્ષ કાચા ખેલાડી છે. આ એક મોટો મુદ્દો નહોતો. પણ તે ખૂબ મોટો બનાવી દેવામાં આવ્યો.'
 
 
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ હતુ  'મને લાગે છે કે અધિકારીઓએ અહંકારી ન હોવુ જોઈએ. તેમને જનપ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. મે તેમની કમી જોઈ છે. બંનેયે સમજવુ જોઈએ. જેથી આવી ઘટના ફરીથી ન થાય. 
 
શુ હતો મામલો 
 
ઈન્દોરમાં નગર નિગમના દળ ગંજી કંપાઉંડ ક્ષેત્રમાં એક જુનુ મકાન પાડવા પહોંચ્યા હતા. જેની સૂચના મળતા ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય ઘટના સ્થળ પર પહોંચ્યા. જ્યા તેમની નગર નિગમના કર્મચારીઓ સાથે વિવાધ થઈ ગયો. ત્યારે આકાશ વિજયવર્ગીયએ ક્રિકેટની બેટ લઈને નગર નિગમના અધિકારીઓ સાથે બાથે ભીડ્યા.  વિજયવર્ગીયએ બેટથી ઓફિસરો સાથે મારપીટ કરી. આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને જેલ પણ જવુ પડ્યુ. જો કે રવિવારે આકાશ જામીન પર મુક્ત કરવામાં આવ્યા.