સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (17:35 IST)

દારૂડિયાઓને પકડવા માટે પોલીસનો એક્શન પ્લાન, કંઈ પણ વાહન પાર્ક કર્યુ તો પોલીસ ઉઠાવી જશે

રાજ્યમાં તહેવારનો માહોલ જામ્યો છે. બજારોમાં ખરીદી માટે ભીડ વધતી જઈ રહી છે.  આવી સ્થિતિમાં ટ્રાફિક જામ ન થાય અને કોઈ પણ આરોપી દારૂના નશામાં બેફામ ન બને એ માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા  બ્રેથ એનેલાઈઝર, ટોઇંગ વેન અને આખી ટીમ સાથે રસ્તા પર હશે જે ટ્રાફિક નિયમન કરવા અને નિયમ તોડનાર સામે કાર્યવાહી કરશે. 
 
શહેરના સીધુભવન,એસજી હાઈવે સહિતના ભીડ વાળા વિસ્તરમાં કેમેરા સર્વેલન્સ,સ્પીડ ગન, ઇન્ટરસેપશન વાહન દ્વારા વોચ રાખવામાં આવશે. બીજી તરફ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરીને દારૂ પીધેલા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
 
 અમદાવાદ ટ્રાફિક વિભાગમાં સંયુક્ત પોલીસ કમિશનર મયંક સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આગામી તહેવારમાં શહેરમાં ટ્રાફિક વિભાગ દ્વારા એકશન પ્લાન ઘડવામાં વ્યસ્ત છે. લોકોને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે સીસીટીવી કેમરા મોનિટરિંગ  પર સર્વેલન્સ માટે અધિકારીઓ નીમવામાં આવ્યા છે. તેની સાથે દારૂ પીધેલા લોકો માટે પણ બ્રેથ એનેલાઈઝર ઉપયોગ લેવામાં આવશે. 
 
ટ્રાફિકના કર્મચારીઓ ફિલ્ડ પર રહશે. શહેરીજનોએ પણ ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ. દિવાળીમાં શહેરીજનો શાંતિથી તહેવાર મનાવે એ માટે પોલીસ સતત પ્રયાસ કરશે. 
 
દિવાળી સંદર્ભે ટ્રાફિક વિભાગનો એક્શન પ્લાન
 
-આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ન રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. 
16 ક્રેન 3000 ફોર વ્હિલર ક્લેમ, ટ્રાફિક પોલીસની ગોઠવણી.  
દિવાળી દરમ્યાન ટ્રાફિક પોલીસ વિભાગના 2 DCP, 5 ACP,  9 PI, 15 PSI, 2293 ટ્રાફિક પોલીસકર્મી, 1800 TRB, 253 હોમગાર્ડની મદદથી ટ્રાફિક વ્યવસ્થા સંભાળવામાં આવશે