રાજ્યનું પ્રથમ મહિલા પોલીસમથક જ્યાં શરૂ કરાયું પુસ્તકાલય
રાજ્યનું પ્રથમ એક એવું મહિલા પોલીસમથક રાજકોટ બન્યું છે કે જ્યાં આવનારા મુલાકાતીઓને વાંચવા મળશે સૌરાષ્ટ્રના કવિ ધરોહર કે શિરમોર કે ઘરેણાં સમાન કવિ ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તકોનો ખજાનો. મહિલા પોલીસમથકમાં શરૃ કરાયું છે મેઘાણી કોર્નર નામે પુસ્તકાલય. પોલીસમથકમાં કોઈ કામ સબબ જઈએ તો ક્યારેક પોલીસ સ્ટાફ કે જવાબદાર અધિકારીઓ અન્ય કામમાં ફસાયેલા હોય તો બે, પાંચ કલાક રાહ જોઈને બેસવું પડે, કીડીઓ ચડે. કંટાળો આવે. ખાસ કરીને મહિલાઓની સ્થિતિ અતિ વિપરીત બની જાય. સમય કાંપવો કેમ ? હવે આવી સમસ્યા રાજકોટ મહિલા પોલીસમથકમાં નહીં નડે. અહીં આવનારા મુલાકાતીને બે, પાંચ કલાક કાપવા હશે તો પણ આરામથી કપાશે કદાચિત કામ પત્યે પણ પોલીસમથક છોડવાનું મન નહીં થાય કારણ કે અહીં મળશે સૌરાષ્ટ્રના કવિ ધરોહર, શિરમોર સમા ઝવેરચંદ મેઘાણી રચિત જ્ઞાાન વર્ધક કે સૌરાષ્ટ્રના ઈતિહાસ ગાથાઓ વાળા પુસ્તકોનો રસથાળ કે વાંચનનો ખજાનો. પોલીસમથકમાં લાઈબ્રેરી શરૃ કરવાની પહેલ કરાવનાર કવિ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીના કહેવા મુજબ પોતે થોડા દિવસ પહેલાં અમદાવાદ પોલીસમથકે એક કામ સબબ ગયા હતા ત્યારે ત્યાં અરજદારો, ફરિયાદીઓ કે તેમની સાથે આવેલા સ્નેહીઓ કોઈને કોઈ કારણે ટાઈમ પાસ થતો ન હોય તેમ અકળાતાં દેખાતાં હતા. આવા સંજોગોમાં એક વિચાર સ્ફુર્યો કે પુરૃષ સભ્ય તો પોલીસમથકમાં કોઈને કોઈની સાથે વાત કરી કે આમ તેમ ચક્કરો લગાવીને પણ સમય પાસ કરી શકે. સ્ત્રીઓ માટે મુશ્કેલ બની જાય. આવી સ્થિતિ કદાચિત રાજકોટ મહિલા પોલીસમથકમાં પણ આવી જ સ્થિતિ હશે.