બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (12:03 IST)

D-Mart વાળા રાધાકૃષ્ણન દમાનીને ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ, શિવ નાડર, ગૌતમ અડાની જેવા દિગ્ગજોને પાછળ છોડ્યા

રિટેલ ચેન ચલાવનારી કંપનીના સંસ્થાપક રાધાકૃશ્ણ દમાની ભારતના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણે શિવ નાડર, ગૌતમ અડાની જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. દમાનીના નેટવર્થ લગભગ 17.5 અરબ ડોલર (લગભગ  1,25,000 કરોડ રૂપિયા) થઈ ગયો છે. દમાની શેયર બજારના દિગ્ગજ રોકાણકાર પણ છે. દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાની છે. તેમનુ નેટવર્થ લગભગ 57.4 અરબ ડોલર છે. 
 
ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિનિયરીઝ ઈંડેક્સના મુજબ ગયા અઠવાડિયે એવેન્યુ સુપરમાર્કેટના શેયર ગયા અઠવાડિયે 5 ટકા ચઢી ગયા હતા. જેના કારણે દમાનીનુ નેટવર્થ વધી ગયુ. શનિવારે દમાનીનુ નેટવર્થ 17.8 અરબ ડોલર સુધી પહોંચી ગયુ અહ્તુ. આ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં એવેન્યુ સુપરમાર્કેટના નફામાં 53.3 ટકાનો જોરદાર વધારો થયો છે. કંપનીએ આ દરમિયાન 394 કરોડનો નફો કમાવ્યો છે.  શ્રીમંત બહરતીયોમાં તેમના પછી એચસીએલના શિવ નાડર (16.4 અરબ ડોલર) ઉદય કોટક (15 અરબ ડોલર) અને ગૌતમ અડાની (13.9 અરબ ડોલર)નુ સ્થાન છે. 
 
ભારતના વૉરેન બફે 
 
65 વર્ષના દમાની 2002માં રિટેલ બિઝનેસમાં ઉતર્યા અને મુંબઈમાં પ્રથમ સ્ટોર ખોલ્યુ. હવે 200 સ્ટોર છે અને લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા માર્કેટ કૈપ છે. ભારતના વોરેન બફે તરીકે ઓળખાનારા રાકેશ ઝુનઝુનવાલાના મેટોર પણ દમાની જ છે.  માર્ચ 2017માં એવેન્યુ સુપરમાર્કેટનો આઈપીઓ આવ્યા પછી તે તેમને ભારતના રિટેલ કિંગ તરીકે ઓળખવામાં આવવા લાગ્યા. તેમણે 2002માં મુંબઈમા એક ઉપનગરીય વિસ્તારમાંથી છુટક વેપારની શરૂઆત કરી હતી. 
 
સફેદ શર્ટ ને સફેડ પેંટ દમાનીની ઓળખ 
 
હંમેશા સફેદ શર્ટ અને સફેદ પૈટમાં જોવા મળનારા દમાનીને મિસ્ટર વ્હાઈટ એંડ વ્હાઈટ પણ કહે છે. તેઓ શેયર બજારના એક જાણીતા રોકાણકાર છે. તેમણે પોતાના ડી માર્ટને ભારતનુ એક સફળ સુપરમાર્કેટ ચેન બનાવી દીધુ છે. છેલ્લા એક વર્ષમાં એવન્યુ સુપરમાર્કેટના શેયરમાં 30 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે અને કંપનીની બજાર મુડીમાં 36000 કરોડ રૂપિયાથી વધુની બઢત થઈ છે.