સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 ઑક્ટોબર 2018 (12:13 IST)

પરપ્રાંતીયો પર હિંસા મામલે અલ્પેશ ઠાકોર સાથે રાહુલ ગાંધીએ ફોન પર કરી વાત

ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલામાં ઘેરાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાતચીત કરી છે. અલ્પેશની સાથે વાત કર્યાના થોડા સમય બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાંથી લોકો મારપીટ બાદ પરત ફરી રહ્યાં છે પરંતુ વડાપ્રધાન એક શબ્દ બોલતા નથી. મહત્વનું છએ કે ઉત્તર ભારતીયો પર હુમલાના મામલામાં ધરપકડ કરાયેલા લોકોમાં ઠાકોર સેના સાથે સંબંધ હોવો અને અલ્પેશના વિવાદિત નિવેદન નિવેદન બાદ તે ઘેરાઈ ગયો છે. હજુ સુધી સામે આવ્યું નથી કે રાહુલ ગાંધી અને અલ્પેશ વચ્ચે શું વાત થઈ છે. હિંસક ઘટનાઓમાં ઠાકોર સેનાનું નામ સામે આવ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પોતાનું નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યમાં ઉત્તર ભારતીયો વિરુદ્ધ અલ્પેઠના નેતૃત્વમાં ચાલી રહેલું આંદોલન હિંસક થઈ ગયું અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. આ કારણે ગુજરાતમાંથી ઘણા લોકો હિરજત કરીને પોતાના વતન પરત ફરી ગયા છે. આ મામલે હાલ ગુજરાતનું રાજકારણ પણ ગરમ છે અને ભાજપ-કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યાં છે.આ પહેલા અલ્પેશનો એક વિવાદિત નિવેદન આપતો વીડિયો વાયરલ થયો હતો. તેમાં તે કહે છે કે બહારથી જે લોકો અહીં આવે છે અને ગુનાઓ કરે છે, તેના કારણે ક્રાઇમ વધ્યો છે અને ગામમાં ટકરાવ વધ્યો છે. તે ગામના સામાન્ય લોકોને મારે છે અને ગુનો કરીને પરત ચાલ્યા જાય છે. આ કારણે ગુજરાતીઓને રોજગાર મળતો નથી. શું આવા લોકો માટે અમારૂ ગુજરાત છે.