શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (10:05 IST)

Bharat Bandh LIVE: ભરૂચમાં ટાયર સળગાવ્યા, બિહારમાં રોકી ટ્રેનો, રાહુલનો દિલ્હીમાં પગપાળા માર્ચ

દેશભરમાં સતત પેટ્રોલ-ડીઝલની વધતી કિમંત અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ અને બીજા વિપક્ષી દળોએ આજે ભારત બંધનુ એલાન કર્યુ છે. કોગ્રેસ મુજબ બંધને સફળ બનાવવા માટે 20 રાજનીતિક દળોનુ તેમને સમર્થન પ્રાપ્ત છે.   પાર્ટીએ અન્ય વિપક્ષી દળોને પણ બંધને સફળ બનાવવા માટે સમર્થન માટેની અપીલ કરી છે. કોગ્રેસ મુજબ આ બંધ સવારે 9 વાગ્યાથી દિવસના 3 વાગ્યા સુધી રહેશે.  ભારત બંધને લઇ કૉંગ્રેસી નેતાઓએ પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ શાંતિપૂર્વક પ્રદર્શન કરે અને કોઇપણ પ્રકારના હિંસક પ્રદર્શનમાં સામેલ થાય નહીં. આજે ભારત બંધને લઇ કયાં કેવી સ્થિતિ છે 
કોગ્રેસ નેતા અશોક ગહેલોતના કહેવા અનુસાર, કોંગ્રેસ વિરોધ પ્રદર્શનના મારફતે મોદી સરકાર પર દબાણ વધારવા માંગે  છે. જેથી પેટ્રોલ અને ડિઝલનો ભાવ ઓછો કરે. જે રીતે તેમણે અમારા દબાણને કારણે રાજસ્થાનમાં વેટમાં ઘટાડો કર્યો છે. કોગ્રેસ મહાચિવ ગેહલોતના કહેવા અનુસાર, આ મુદ્દા પર તમામ પાર્ટીઓ અમારી સાથે છે અને બીજેપી અમારો સાથ જોઇને ડરી ગઇ છે.
-ભરૂચમાં પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવ્યા અને બસોને રોકાઇ, નેશનલ હાઇવે પર કરાયો ચક્કાજામ
-પેટ્રોલ-ડીઝલમાં મોંઘવારીની વિરૂદ્ધ પ્રદર્શન માટે 20 વિપક્ષી દળોએ નેતા રાજઘાટ પહોંચ્યા
–પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાની વિરૂદ્ધ પ્રદર્શન માટે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યા
–કર્ણાટકના મેંગલુરૂમાં કેટલાંક ઉપદ્રવીઓએ એક ખાનગી બસ પર પથ્થર ફેંકયા. 
- ઝાંસી રેલવે સ્ટેશન પર પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રદીપ દૈને કુશીનગર એક્સપ્રેસ ટ્રેનને રોકી હતી. બિહારના પટણામાં સાંસદ પપ્પૂ યાદવે ભારત બંધ દરમિયાન વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના સમર્થકો સાથે મળી ટ્રેન રોકી હતી. 
- કર્ણાટકના મેંગલુરુમાં કેટલાક અસામાજિક તત્વોએ એક પ્રાઇવેટ બસ પર પથ્થરો ફેંક્યા હતા.