શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (17:37 IST)

હું ગુજરાત માટે કામ કરવા ઇચ્છું છું, તમે જ્યારે બોલાવશો હું આવીશ - રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના ધરમપુર ખાતેથી ચૂંટણીનો શંખનાથ ફૂંકી દીધો છે. લાલ ડુંગરી ખાતે અગાઉ ઈન્દિરા ગાંધીથી લઈને સોનિયા ગાંધી સુધીના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓએ સભાઓ ગજવી છે અને હવે રાહુલ ગાંધીએ પણ અહીંથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યાં છે. તેમણે પોતાના સંબોધનમાં ફરી એક વાર ચોકીદાર ચોર છે ના નારા લગાવીને સરકારની ટીકાઓ કરી હતી. તેમણે રાફેલ ડીલ મુદ્દે મોદી સરકારની નિતીઓ અંગે પણ વાત કરી હતી. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને રાફેલ મુદ્દે આડેહાથ લેતા કહ્યું કે, ચોકીદારની ચોરી પકડાઈ ગઈ છે. અનિલ અંબાણીને એક ઝાટકે 30 હજાર કરોડ આપી વાયુસેના પાયલોટના ખીસ્સાના રૂપિયા છીનવી લીધા. ફાંસના રાષ્ટ્રપતિને પણ મોદીએ કહ્યુ એચએએલને હટાવો અંબાણીને આપો એટલે હવે ચોકીદાર ચોર છે ના નારા દેશ બહાર ફ્રાંસમાં પણ લાગે છે.
બધાને ખબર છે પરંતુ આ ચોરી વિષે મોદી એક શબ્દ પણ બોલતા નથી. લોકસભામાં દોઢ કલાક ભાષણ આપ્યું તેમાં રાફેલનો ર પણ બોલ્યા નહીં. અને કોઈ સાથે તેઓ નજર પણ મિલાવી શકતા નથી.મોદી પર પ્રહાર કરતા ચોકીદાર ચોર છેના નારા લગાવી જણાવ્યું હતું કે, પહેલાં અચ્છે દિનના નારા લાગતા હવે ચોકીદાર જ ચોર છેના નારા લાગે છે. રાહુલે કહ્યું કે ગુજરાતની ચૂંટણી વખતે અમે તમને વાયદો કર્યો હતો કે ખેડૂતોનું દેવું માફ થશે, અમે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કરેલો વાયદો પૂર્ણ કર્યો. રાહુલે કહ્યું કે ભારત માલા અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટનો વિરોધ નથી પરંતુ આદિવાસીઓ સાથે થતા અન્યાયનો વિરોધ કરીએ છીએ. નોટબંધી મુદ્દા અંગે પણ રાહુલ ગાંધીએ વાત કરી, રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદીએ રાતે 8 વાગ્યે અચાનક 500ની અને 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો. રાહુલે કહ્યું કે હું તમને પૂછું છું કે તડકામાં લાઇનમાં નાના વેપારીઓ અને તમે ઉભા રહ્યાં પરંતુ તમે મોટા બિઝનેસમેનોને લાઇનમાં ઉભા રહેતા જોયા ? વધુમાં રાહુલે કહ્યું કે નોટબંધી બાદ જીએસટી કાયદો લગાવ્યો, હું આ કાયદાને ગબ્બર સિંઘ કાયદો ગણાવું છું. તો રાહુલે અમિત શાહની બેંકમાં 700 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ લગાવ્યો.રાહુલ ગાંધીએ કહ્યું કે 'લોકસભામાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોના ખાતામાં રોજના 17 રૂપિયા નાખવાની જાહેરાત કરી ગરીબોની મજાક કરી છે, પરંતુ હું વાયદો કરું છું કે અમે છેલ્લા ત્રણ મહિનાથી એક પ્રોજેક્ટ પર કામ કરીએ છીએ, આ પ્રોજેક્ટનું નામ છે ગેરંટી ઇનકમ કોન્સેપ્ટ, આ કોન્સેપ્ટથી ગરીબોના ખાતામાં ગેરંટી ઇનકમ જમા થશે. આ વાયદો મોદી જેવો નથી, અમે મજાક નહીં કરીએ. ગરીબોના ખાતામાં ધડાકથી પૈસા જમા થઇ જશે'