શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 7 જુલાઈ 2023 (12:36 IST)

Rahul Gandhi શુ હવે નહી લડી શકે 2024 અને 2029ની લોકસભા ચૂંટણી ? બે વર્ષની સજા યથાવત રહેતા હવે આ છે અંતિમ વિકલ્પ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે મોદી સરનેમ મામલે સુરત કોર્ટ દ્વારા ફટકારાયેલી સજા મામલે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દેવામાં આવી છે.મોદી સરનેમના નિવેદન પર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.

કોર્ટે માનહાનિના કેસમાં સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ કોર્ટે રાહુલ ગાંધી દ્વારા સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટક સાથે ટિપ્પણી કરવા બદલ અપરાધિક માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમને બે વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ તેમણે સંસદની સભ્યતા ગુમાવી દીધી હતી જે બાદ રાહુલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.




 
 
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત હાઇકોર્ટે મોદી સરનેમ મામલે સુરત કોર્ટ દ્વારા ફટકારાયેલી સજા મામલે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દેવામાં આવી છે.મોદી સરનેમના નિવેદન પર માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે.
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું રાહુલ 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં? આવો જાણીએ આ સવાલનો જવાબ...
 
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ગયું રાહુલનું સંસદ સભ્યપદ 
વાસ્તવમાં રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ બંધારણની કલમ 102(1)(e) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ રદ કરવામાં આવ્યું છે. તેઓ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી સંસદસભ્ય હતા. તેમણે 2019માં અહીંથી 65 ટકા મત મેળવીને મોટી જીત મેળવી હતી. જોકે અમેઠીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
 
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ શું કહે છે?
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 8 મુજબ, જો સાંસદ અથવા ધારાસભ્યને કોઈપણ કિસ્સામાં બે વર્ષ કે તેથી વધુની સજા થશે, તો તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવશે. એટલું જ નહીં, સજા પૂરી થયા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધીને સજા થશે તો તેઓ 2024 અને 2029ની લોકસભા ચૂંટણી લડી શકશે નહીં.
 
શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં, રાહુલ ગાંધીને ગુજરાતની એક અદાલતે ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવી છે, ત્યારબાદ તેમની લોકસભાની સદસ્યતા જોખમમાં આવી ગઈ હતી. જો કે કોર્ટે સજા સંભળાવ્યા બાદ જ તેની સજાને સ્થગિત કરી દીધી હતી અને તેને જામીન આપતી વખતે તેને અપીલ માટે 30 દિવસનો સમય પણ આપ્યો છે, પરંતુ તેનાથી તેને વધુ રાહત મળે તેવું લાગતું નથી. રાહુલે હવે પોતાનું સંસદ સભ્યપદ બચાવવા અથવા ફરિયાદીનો સામનો કરવા પોતાની અપીલમાં સમગ્ર મામલો ખોટો સાબિત કરીને પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે.
 
રાહુલ ગાંધીએ શું કહ્યું હતુ ?
તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 13 એપ્રિલે કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "નીરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીની અટક કોમન કેમ છે? બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ વિરુદ્ધ કલમ 499 અને 500 હેઠળ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
 
રાહુલ ગાંધી પાસે હવે શુ વિકલ્પ છે?
રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ બચાવવાના તમામ રસ્તા હજુ બંધ થયા નથી. તેમની પાસે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ હતો. જો કે હવે સુરત સેશન્સ કોર્ટના નિર્ણય પર હાઈકોર્ટ સ્ટે આપવાની તેમની અપીલને નકારી દીધી છે.   હવે હાઈકોર્ટમાંથી કોઈ રાહત નહીં મળતા રાહુલ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જો સર્વોચ્ચ અદાલત નિર્ણય પર સ્ટે મૂકે, તો તેમનું સભ્યપદ બચી જશે. જો તેમને રાહત નહીં મળે તો તેઓ આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.